________________
૧૬૬
સૈકાલિક આત્મવિશાન છે. પરંતુ તેના દર્શકના ભાવાનુસાર તે જ મૂર્તિ દર્શકને અમૂર્ત બનાવામાં સહાયરૂપ-આલંબનરૂપ થાય છે.
દેહ પણ જડ પુદ્ગલનો બનેલ છે અને મૂર્ત છે. જેમાં રહેલ જીવને અમૂર્ત-અરૂપી-શવસ્વરૂપ-સિદ્ધસ્વરૂપ- આત્મ સ્વરૂપી બનાવવાનો છે, જેથી કરીને જીવે નવો દેહ ધારણ કરવો નહિ પડે એટલે કે અજરામર-અવિનાશી બની જાય.
મૂર્તમાં મૂર્તિમાં) અમૂર્ત ભાવ સ્થાપીને, મૂર્ત(દ)માં રહેલ આત્માને અમૂર્ત-નિરંજન-નિરાકાર-અરૂપી બનાવવો તે પ્રયોજન છે.
મૂર્તિને અંગે જૅમ મંદિરની રચના છે તેમ આત્માને અંગે શરીર છે. મહત્ત્વ આત્માનું છે. શરીરનું નથી. તેમ છતાં આપણે દેહ મોહ ભાવે અજ્ઞાની બનીને આત્માને ભૂલીને રાગ યુક્ત જીવન જીવીએ છીએ અને દુઃખી થઈએ છીએ.
તીર્થકર ભગવંતને તેમના તીર્થંકર નામકર્મના વિપાકોદયના પરિણામે સમવસરણ, અષ્ટ પ્રાતિહાર્ય આદિ જે છે તે પુલના બનેલા સ્કંધોના તેજ છે. તીર્થકર ભગવંતના કેવલજ્ઞાનનું તેજ આપણે જોઈ શકતા નથી. આપણે પરમાત્મા તીર્થંકર ભગવંતના દેહના દર્શન કરીએ છીએ. તેમના કેવલજ્ઞાનનું દર્શન કરી શકતા નથી.
બહારથી આપણને એમ લાગે છે કે કેવલિ ભગવંત તેમના દેહમાં રહેલ છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે તેમનો સ્વયંનો દેહ પણ સમસ્ત વિશ્વના પદાર્થોની જેમ તેમના કેવલજ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ રહેલ હોય છે.
પરમાત્માની મૂર્તિ તો પરમાત્માની પૂલ-ઔદારિક આકૃતિ છે. એનાથી સૂક્ષ્મ આકૃતિ પરમાત્માનો અક્ષર દેહ અર્થાત્ જિનવાણી-જિનાગમ છે અને તેથીય સૂક્ષ્મ અર્થાત્ સૂક્ષ્માતિ સૂક્ષ્મમૂર્તિ જો પરમાત્માની હોય તો તે પરમાત્મા દ્વારા વિસર્જિત કરાયેલા શુક્લ લેગ્યાના મનોવર્ગણાના પુદ્ગલો છે જેનું ગ્રહણ કરવું તે અર્થાત શુભભાવમાં અને શુક્લલેશ્યામાં રહેવું, એ પરમાત્માની સર્વોત્કૃષ્ટ અર્ચના છે.
પરમાત્માની પ્રતિમાના દર્શન એ આંખનો વિષય છે. જે સ્થૂલ છે. પરમાત્માના વચન અર્થાત્ જિનવાણીનું શ્રવણ એ કાનનો વિષય છે જે સૂક્ષ્મ છે. જ્યારે પરમાત્મા ભાવિત ભાવોથી મનનું અંતઃકરણનું શુદ્ધિકરણ તે મનનોઅંત:કરણનો વિષય છે જે સૂક્ષ્માતિસૂક્ષ્મ છે.
આમ દર્શન-પૂજન એ સ્થૂલ દૈહિક-કાયિક પૂજા છે. જે સ્થાપના નિક્ષેપાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org