________________
૨૨૪
સૈકાલિક આત્મવિજ્ઞાન વળી અનાદિકાળથી પ્રત્યેક જીવ પોતાના દેહ અને ઇન્દ્રિયોના સુખના સ્વાર્થ ભાવે અનેક દોષ સેવીને અન્યને દુઃખી કરતો આવ્યો છે અને પોતે દુઃખી થતો આવ્યો છે. તો પછી એ ભાવે તો જીવ દુઃખ મુક્ત કેવી રીતે થઈ શકે ?
ચાર ગતિમાંથી નારકના જીવો તીવ્ર પાપના ઉદયે દુઃખી છે. તિર્યંચ ગતિના જીવોને મળેલ ઇન્દ્રિયબળ, શરીરબળ અને મનોબળ એવાં નિમ્નકોટિના છે કે ત્યાં કોઈ સમજણનો અવકાશ જ નથી, અને બીજાને સુખમાં સહાય કરી શકે એવી દશાવાળા નથી. તિર્યંચના જીવો માત્ર કર્મના ઉદયને વેદી જીવન પૂરાં કરે છે. તેઓની બાબતમાં આત્મવિકાસને કોઈ અવકાશ નથી.
તિર્યંચગતિના જીવો સંજ્ઞી ને અસંજ્ઞી, ગર્ભજ ને સમુશ્કેિમ એ બે ભાગમાં વહેંચાયેલ છે. જે અંગે થોડી વિચારણા કરીશું.
એકેન્દ્રિયથી માંડીને અસંશિ પંચેન્દ્રિય સુધીના અસંજ્ઞી જીવો તો બિસ્કુલ અસહાય છે. તેનો કોઈ સમાજ કે સમજ નથી. ત્યાં કોઈ જડ-ચેતનના વિષયનું જ્ઞાન-ભાન-ધ્યાન કે લક્ષ નથી. તો તેવી ગતિમાંના જીવો ધર્મભાવ-ગુણાદિનો શું વિચાર કરી શકે ?
તિર્યંચ ગતિમાં ઊંચા સ્તરે રહેલા જીવો સશિ ગર્ભજ પંચેન્દ્રિય જીવો કહેવાય જેવાં કે ગાય, ભેંસ, બળદ, પશુ, પક્ષી, માછલા, મગર વિગેરે. આ તિર્યંચ જીવોને તેમની નીચેના સ્તરના જીવો કરતાં સંજ્ઞી પણું હોવાના કારણે કંઈક આત્મવિકાસની શક્યતા હોય છે. તેમનામાં સમજ પણ હોય છે. અને તેમની કાંઈક સમાજ વ્યવસ્થા સામાન્ય કોટિની પણ હોય છે. આ તિર્યંચ જીવોને મન-વચન-કાયાના યોગનું, યોગબળ મળેલ હોવા છતાં તેમને મહાનપાપનો ઉદય એ છે કે એમને મનુષ્યના જેવો વચનયોગ મળ્યો નથી, અને તેથી તેમને મૂંગા પ્રાણી કહેવામાં આવે છે. જે તેમના આત્મવિકાસમાં મહાબાધક છે.
એક સામાન્ય દૃષ્ટાંતથી આ વાતને સ્પષ્ટ સમજીએ. એક ગાયે બે બળદને જન્મ આપ્યો. એની યોનિમાં પણ એ બળદ સહોદર-ભાઈ તો ખરાં જ ને ! આ બંને બળદને કોઈ ખેડૂતે ખરીદ્યાં અને ગાડે જોડ્યાં. બંને બળદને રોજ સાથે રાખે છે અને ખેડૂત તેમની સારવાર પણ રાખે છે. પરંતુ જો એક બળદ માંદો થાય તો તેની નજીકમાં બેઠેલો એનો ભાઈ બળદ શું સેવા કરી શકે ? અને તે માંદા બળદને થતી પીડા પણ તેના મૂકપણાને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org