________________
બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા
૩૫
એ પરમાત્માવસ્થામાં જ્યાં સુધી આયુષ્યકાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી યોગાનુયોગ ઉપકાર કરતાં ભૂમિતલ ઉપર વિચરે છે. ચૌદમું ગુણસ્થાનક ઃ
અંતે આયુષ્યકાળની પૂર્ણાહૂતિ પૂર્વે અર્થાત્ નિર્વાણ સમયે સર્વ યોગ વ્યાપાર-યોગક્રિયાનું સ્થિરીકરણ કરે છે. જેને શૈલેશીકરણ કહે છે એ ચૌદમું ગુણસ્થાનક છે. જે અત્યંત અલ્પકાલીન છે. પરાકાષ્ઠાની આ અંતિમ અલ્પકાલીન પ્રક્રિયા દ્વારા દેહના બંધનમાંથી પણ આત્મપ્રદેશને એટલે કે આત્માને મુક્ત કરે છે અને નિરંજન, નિરાકાર સિદ્ધપરમાત્મા બની રૂપાતીત થાય છે. આને પ્રદેશમુક્તિ કહેવાય. આમ અઘાતીકર્મનો ક્ષય એટલે પ્રદેશમુક્તિ અને ઘાતીકર્મનો ક્ષય એટલે ઉપયોગ મુક્તિ. આ પ્રમાણે બે ભેદે મુક્તિ ઘટાવી શકાય કેમકે કર્મના ક્ષયનો ક્રમ જ એ પ્રમાણે છે.
સાધનાની આ સોપાન શ્રેણીમાં પહેલા ગુણસ્થાનકે રહેલ સાત્ત્વિક ભાવવાળા જીવો સજ્જન છે અને ચોથાથી બારમા ગુણસ્થાનકે રહેલ જીવો અંતરાત્મા છે જ્યારે તેરમા તથા ચૌદમા ગુણસ્થાનકે જીવો સયોગી (સાકાર) પરમાત્મા છે અને સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલ સિદ્ધ પરમાત્મા યોગાતીત રૂપાતીત (નિરાકાર) પરમાત્મા છે.
અંતરાત્માને આપણે આપણા જીવન વ્યવહારમાં તેમની જુદી જુદી કક્ષા પ્રમાણે જુદાં જુદાં નામે ઓળખી છીએ. એમની એ આંતરદશા ભાવાવસ્થા છે જેની ઓળખ આ સાથેની વ્યાખ્યાથી થાય છે.
સંત ઃ
(૧) શાંત જીવન જીવે છે તે સંત છે.
(૨) સર્વ સાદિ-સાન્ત (વિનાશી) ભાવોનો અંત ભાવવામાં જે રત છે તે સંત છે.
(૩) સંસારનો અંત આણવા સિવાયની વૃત્તિ કે પ્રવૃત્તિ જેને નથી તે સંત છે. (૪) જે કોઈને ડરાવતો નથી તેમ સ્વયં ડરતો ય નથી અને ડગતો ય નથી તે સંત છે. (૫) સ્વયં જે આનંદને વેદે છે અને એની પાસે આવનારને ય સત્ (અવિનાશી) સુખ જ બતાડે છે, ચખાડે છે ને મેળવવામાં સહાય કરે છે તે સંત છે.
(૬) જે સ્વયં અસત્ (મિથ્યા-વિનાશી) પ્રુફ છે અને અન્યને અસત્ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org