________________
૧૯૬
સૈકાલિક આત્મવિજ્ઞાન પરંતુ ઉપર જણાવ્યા મુજબ તે કાળ, લિંગ, સંખ્યા આદિના ભેદે અર્થભેદ માને છે.
જેમ જ્ઞાન માટે શબ્દની જરૂર છે તેમ ભોગ માટે પણ શબ્દની જરૂર છે. વ્યવહાર શબ્દનયથી કરાય છે. જે પદાર્થ, જેની પૂર્તિ કરે છે તે પદાર્થ તેનાથી વિશેષ અને આગળ કહેવાય. જુસૂત્ર નય વર્તમાનકાળના ભોગ વેદનની અપેક્ષાએ છે. એમાં શબ્દનય વધારે ચોક્કસ-નિશ્ચિત અને સૂક્ષ્મ (Accurate) છે. ઉદાહરણ તરીકે ચીપિયો લાવવા કહેવું તે ઋજુસૂત્રનાય છે પરંતુ “કોલસા પકડવાનો ચીપિયો લાવ; કે “હીરા છાંટવાનો ચીપિયો લાવ” એમ કહેવું તે શબ્દનાય છે. (૬) સમભિરૂઢનય :
આ નયની દૃષ્ટિમાં પ્રત્યેક શબ્દનો અર્થ જુદો જુદો છે. “શબ્દનયે” કાળ, લિંગ આદિના ભેદથી અર્થભેદ માન્યો પણ કાળ આદિનો ભેદ ન હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ પર્યાયવાચી શબ્દોમાં અર્થભેદ નથી માન્યો. જ્યારે સમભિરૂઢનય તો શબ્દભેદે અર્થભેદ માને છે. શબ્દ ફરે એટલે અર્થ ફરે. જેમ કે રાજા, નૃપ, ભૂપતિ, સમ્રાટ, ચક્રવર્તી આદિ રાજા, એવા એકાર્યવાચી મનાતા પર્યાય શબ્દોનો પણ એમની શબ્દ ભૂત્પત્તિ પ્રમાણે જુદો જુદો અર્થ કહ્યું છે. સમભિરૂઢનય જણાવે છે કે રાજચિહ્નોથી રાજે (શોભે) તે “રાજા' અથવા રાજી રાખે તે “રાજા.” માણસોનું રક્ષણ કરે તે “નૃપ. પૃથ્વીનું પાલન, પોષણ, રક્ષણ કરે તે “ભૂપતિ.” સામ્રાજ્યનો ધણી તે સમ્રાટ, છ ખંડનો માલિક અને ચક્ર ધારણ કરેલ છે તે ચક્રવર્તી અથવા તો છ યે ખંડ ઉપર જેનું શાસનચક્ર ચાલે છે તે ચક્રવર્તી. એ જ પ્રમાણે ઈન્દ્રિયોને કૃષ કરનાર ઋષિ, આત્માની યત્ના કરનાર યતિ, મૌન ધારણ કરનાર મુનિ અને સંસાર ત્યાગી તે સંન્યાસી એવા જુદા જુદા શબ્દના જુદા જુદા અર્થ સમભિરૂઢ કરે છે. શાસ્ત્રના વાદવિવાદ અને કોર્ટ-કચેરીના કજિયા આ શબ્દનય અને સમભિરૂઢનયના છે.
પ્રત્યેક શબ્દ મૂળ તો પૃથક અર્થ બતાડનાર હોય છે. પછી કાલાન્તરે અને સમૂહમાં પ્રયુક્ત થતાં થતાં પર્યાયવાચી બની જાય છે. સમભિરૂઢનય એમના પર્યાય વાચિત્વને નહિ ગણકારતાં એ પ્રત્યેક શબ્દના મૂળ અર્થને પકડે છે.
સમભિરૂઢનય એક જ પર્યાયવાચી શબ્દોના ભેદને માને છે તે આપણા જીવનવ્યવહારમાં કેવી રીતે ઉપયોગી અને સત્ય છે તે દષ્ટાંતથી સમજીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org