________________
મોક્ષ
૨૦૧
ક્રિયાપદ ધાતુમાંથી થાય છે. સંસ્કૃત ભાષામાં ૨૩૦૦ ધાતુ છે અને ઉપસર્ગ ૧૩ છે. જેવાં કે આ, વિ, ત્ર, અવ, અનુ ઇત્યાદિ ઉપસર્ગનો અર્થ શું ? કાર્ય શું ? ધાતુના મૂળ અર્થને ઉલટાવવાનું કે ફેરવવાનું કાર્ય ઉપસર્ગનું છે. જેમ કે ‘૨મ્’ (રમવું-To play) ધાતુને ‘વિ’ ઉપસર્ગ લાગતાં ‘વિરમ્’ (અટકવું) થાય. તેમ ‘ગચ્છ’ (જવું-To go) ધાતુને ‘અનુ’ ઉપસર્ગ લાગતાં ‘અનુગચ્છ’ એટલે કે ‘પાછળ જવું’ (To follow) એવો અર્થ થાય અને‘ગચ્છ’ ને ‘અવ’ ઉપસર્ગ લાગતાં ‘અવગચ્છ' એટલે કે ‘જાણવું' એવો અર્થ થાય. વળી પાછા ધાતુમાંથી વર્તમાન ભૂતકૃદંત શબ્દ પણ બને જેમકે ‘ગમ્’ (જવું) ઉપરથી ‘ગમન' જે ક્રિયાપદ નથી.
વ્યાકરણશાસ્ત્રનો ધર્મશાસ્ત્ર સાથે સંબંધ છે. ધર્મશાસ્ત્રને વ્યાકરણશાસ્ત્ર તથા ન્યાયશાસ્ત્ર (તર્કશાસ્ત્ર) વિના ન ચાલે. ભાવ આપવા માટે શબ્દો જોઈએ જે વ્યાકરણશાસ્ત્રથી નક્કી કરવા રહે છે. જ્યારે આપેલ શબ્દને બુદ્ધિગમ્ય બનાવવા કે શ્રોતાએ બુદ્ધિથી ગ્રહણ કરવા ન્યાયશાસ્ત્રની જરૂર રહે છે. છતાં એ યાદ રાખવું કે વ્યાકરણશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ અધ્યયનક્ષેત્રના ને અધ્યાપન શાસ્ત્રનાં સાધન છે જે સર્વસ્વ નથી. એનો માત્ર ઉપયોગ કરીને અધ્યાત્મની સાધના કરવાની હોય છે. વ્યાકરણશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રથી શબ્દ અને અર્થ બુદ્ધિગમ્ય થઈ જાય-તર્કસંગત થાય એટલે કે બુદ્ધિમાં ઊતરી જાય પછી તો સાધના જ કરવાની રહે છે.
તો હવે વ્યાકરણશાસ્ત્રથી ‘મોક્ષ’ શબ્દને સમજીએ. ‘મોક્ષ’ શબ્દ મુંચ (To Release મુક્ત કરવું, મુક્ત થવું) ધાતુમાંથી નીકળેલ છે. શબ્દ હોય ત્યાં પદાર્થ હોય. એકથી અધિક અર્થાત્ બે કે તેથી વધુ શબ્દોથી અર્થ નીકળતો હોય પણ પદાર્થ હોય કે ન હોય, જેમકે ‘વંધ્યાપુત્ર’, ‘આકાશકુસુમ' ઇત્યાદિ વંધ્યાપુત્રનો અર્થ છે, વંધ્યાનો પુત્ર અને આકાશકુસુમનો અર્થ છે, આકાશમાંનું પુષ્પ. પણ પદાર્થ તરીકે વંધ્યાપુત્ર કે આકાશકુસુમ શક્ય નથી. તેમ ‘રાજપુરુષ’ રાજા પુરુષ હોય પરંતુ પુરુષ રાજા હોય કે ન પણ હોય. આમ મોક્ષ મંચ ધાતુમાંથી નીકળેલ એક જ શબ્દ છે તેથી તે પદાર્થ હોય જ ! હવે એની સિદ્ધિ કરવી જોઈએ.
.
જીવ માત્ર જીવન જીવે છે. એના જીવનથી એની માંગ નક્કી થાય છે. મોક્ષને ન માનનાર અને ન સમજનાર તથા પરમાત્માને ન માનનાર, ન સ્વીકારનાર કે ન સમજનારની પણ માંગ જો તપાસીશું તો જણાશે કે જીવ માત્રની માંગ તો મોક્ષની જ છે. પરમાત્મ તત્ત્વની જ છે. કેવું આશ્ચર્ય!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org