________________
યોગ ઉપયોગ કિડક ?
દર ક
જીવ રોગી થાય તો તેનો સ્વભાવ બગડતો જાય અને જીવ અજ્ઞાની બની રહે આવી સ્થિતિથી બચવા માટે આપણે આરોગ્ય માગવાનું છે.
ઈન્દ્રિયોના વિષયોને રોગ માને તેનું નામ યોગી. - ઇન્દ્રિયોના વિષયોમાં આનંદ માને તેનું નામ ભોગી.
ભોગીને જો દેહમાં રોગ આવે તો તેનો ભોગમાં વિશ્રાંતિ મળે છે તેમ સમજવું જોઈએ. જ્યારે યોગીને દેહમાં રોગ આવે તો દેહરહિત થતાં પહેલાં ભૂતકાળમાં કરેલ દોષની સજા સમજીને કર્મરાજનું દેવું-ઋણ ચૂકવે છે તેમ તે સમજે છે. - આત્મા દેહ સાથે જે સંબંધે જોડાયેલ છે તે દેહભાવથી બચવા માટે આત્માએ દેહથી ભિન્ન થવાનું છે. ભેદજ્ઞાનના આવરણથી આત્માના જ્ઞાનદર્શન ઉપયોગને હું દેહરૂપ છું' તે ભાવથી નિવારવાનો છે. હું દેહ નથી પરંતુ “આત્મા છું'. અનાત્મભાવમાં ન રહેતાં આત્માના સ્વરૂપ-ભાવમાં સચ્ચિદાનંદ ભાવમાં પ્રવર્તવાનું છે. પછી દેહભાવરહિત થવાથી દેહની અસર નહિ વર્તે.
શાતા-અશાતા વેદનીય કર્મ એ અઘાતી કર્મનો ઉદય છે જે દેહાશ્રિત છે, તે આત્માના કેવલજ્ઞાનના કેવળી ભગવંતોના ઉપયોગને કાંઈ અસર કરી શકતો નથી. દેહભાવ જીવમાં વર્તતો હોય તો શાતા-અશાતા જીવને અસર કરી શકે છે.
આત્માનો જ્ઞાન-દર્શનઉપયોગ આત્માના પ્રદેશોનો આધાર લઈને નીકળવા છતાં સ્વ-ક્ષેત્રે જોતો નથી. કર્મબન્ધ થવાનું કારણ શું ? આત્માનો જ્ઞાનદર્શન ઉપયોગ સ્વઆત્મ-પ્રદેશોથી નીકળે છે ત્યાં જીવ દૃષ્ટિ કરતો નથી અને ઉપયોગ પરપદાર્થોમાં સુખબુદ્ધિએ ફરે છે. અશાતા-વેદનીય જીવને થાય છે. તે આત્મપ્રદેશોએ થાય છે તે જ બતાવે છે કે સ્વક્ષેત્રે દૃષ્ટિ કરો તો કર્મનિર્જરા થશે.
ઉપયોગ બે રીતે છે -
(i) પરપદાર્થને જાણવું - જોવું તે જ્ઞાન - દર્શનઉપયોગનું કાર્ય છે, શાકભાવ છે.
(i) સ્વક્ષેત્રે જેવો ઉપયોગ તેવું વદન થાય છે તે વેદકભાવ છે. અશુદ્ધ ઉપયોગથી આત્મપ્રદેશો ચૈતન્ય હોવા છતાં જડવત્ – પુદ્ગલભાવયુક્ત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org