________________
૭૨
વૈકાલિક આત્મવિજ્ઞાન ભવિતવ્યતા એ અબાધાકાળવાળું હોવાથી “પર” વસ્તુ છે. ભવિતવ્યતા એ વાયદાનો વેપાર છે. જ્યારે ઉદ્યમ એ રોકડાનો હાજરનો વેપાર છે.
સ્ત્રીને માતૃત્વ પ્રાપ્તિના બનાવમાં આ પાંચ કારણો જે ભાગ ભજવે છે અને તેનાથી માતૃત્વ પ્રાપ્તિનું જે કાર્ય બને છે તે વિષે વિચારતાં આ પાંચ કારણો સરળતાથી સમજી શકીશું.
સ્વભાવ : માતા બની શકવાનો ધર્મ સ્ત્રીમાં છે. પુરુષ માતા બની શકતો નથી. સ્ત્રીનો માતા બની શકવાનો ધર્મ તે સ્વભાવ.
કાળ : સ્ત્રી અમુક નિશ્ચિત સમયે માતા બની શકે છે. સ્ત્રી ઋતુવંતી થયા બાદ જ ગર્ભ રહ્યા પછી, ગર્ભકાળ પૂર્ણ થયે જ માતા બની શકે છે. આમ અહીં માતૃત્વ પ્રાપ્તિના બનાવમાં કાળ પણ એનો ભાગ ભજવે છે.
કર્મ : પૂર્વકૃત માતૃત્વ પ્રાપ્તિનું તથા પ્રકારનું કર્મ બાંધ્યું હોય અને તે કર્મ ઉદયમાં આવે ત્યારે જ તે સ્ત્રી માતા બની શકે છે, એ બતાડે છે કે કર્મ માતા બનવામાં કારણભૂત છે. - પુરુષાર્થ ઉદ્યમ : પુરુષ સાથેના ક્રિયાત્મક સંયોગે કરીને સ્ત્રી માતૃત્વ ધારણ કરી શકે છે. જે ઉદ્યમનો ફાળો માતૃત્વ પ્રાપ્તિ વિષે સૂચવે છે.
ભવિતવ્યતા-નિયતિ-પ્રારબ્ધ : ઉપરોક્ત ચારે કારણો પ્રાપ્ત હોવા છતાં જો તથા પ્રકારની ભવિતવ્યતા ન હોય તો સ્ત્રી માતા થઈ શકતી નથી. એનાથી એ સાબિત થાય છે કે ભવિતવ્યતા પણ ભાગ ભજવે છે.
સ્ત્રીને માતૃત્વ પ્રાપ્તિ બાબતે આ પાંચ કારણો ભાગ ભજવે છે તે આપણા સહુના અનુભવની વાત છે. તે જ પ્રમાણે અન્ય કાર્ય વિષે પણ આ પાંચે કારણો વત્તા ઓછા અંશે ભાગ ભજવે છે.
હવે આપણે આ પાંચ કારણથી નિષ્પન્ન થતી સાધના વિષે વિચારીશું.
ભવિતવ્યતામાં આપણે પરાધીન છીએ. ભાવમાં આપણે સ્વાધીન છીએ. બહાર બનતા બનાવો (Events) આપણા વશમાં કે આપણા કાબુમાં નથી. પરંતુ ઘટતી તે ઘટનાઓ ઉપર યા તો બનતા તે બનાવો ઉપર ભાવ (feelings) કેવા કરવા કે ભાવ કેવા રાખવા અને તે ભાવ કેમ જાળવવા તે આપણા હાથની વાત છે. એ જ આપણા વશમાં છે અને તે જ આપણો પુરુષાર્થ છે.
એ જ પ્રમાણે બહારની સંપત્તિ તથા પ્રકારના કર્મના વિપાકોદયે મળવી તે પ્રારબ્ધ છે. જ્યારે આપણા આત્માને નિરાવરણ (કર્મરહિત) કરવો તે આપણો પુરુષાર્થ છે. પ્રાપ્ત સમય-સંપત્તિ-શક્તિ-સાધનાદિનો આત્મનિસ્તાર કાજે સદુપયોગ કરવો તે જીવનો-આત્માનો પુરુષાર્થ છે. પરિણામ જે આવે તે પ્રારબ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org