________________
ર
વૈકાલિક આત્મવિજ્ઞાન
મનમાં હોય છે. એથી કષાય તથા નોકષાયના ભાવોનો નાશ થતાં મનનો અને તેની સાથે થાતીકર્મનો નાશ થાય છે.
અઘાતીકર્મમાં જીવને પરાધીનતા છે, તેનું નામ જ ભતિતવ્યતા છે. અથાતીકર્મ ઉપર તો સાચીદૃષ્ટિ-ઉન્મિલન થતાં જ વિજય પ્રાપ્ત થાય છે. અઘાતીકર્મ વિષે ભેદજ્ઞાન થતાં અઘાતીકર્મનું મહત્ત્વ જ નથી રહેતું. જ્યારે ઘાતીકર્મ વિષે પુરુષાર્થ વિના વિજય નથી.
ચાર પ્રકારનાં ઘાતીકર્મમાં મોહનીયકર્મ એ મળ છે. અંતરાયકર્મ એ વિક્ષેપ છે અને જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીકર્મ એ આવરણ છે.
મોહનીયકર્મના મળ કર્મયોગ એટલે કે જગત પ્રતિના પ્રેમ, મૈત્રી, કરુણા, પ્રમોદ, વાત્સલ્ય, ક્ષમા, દયા, દાન, સેવા અહિંસા આદિના ભાવોથી દૂર થાય.
અંતરાયકર્મના વિક્ષેપને ઉપાસ્ય તત્ત્વ એવાં દેવ-ગુરુની ઉપાસનાથી અર્થાત્ ભક્તિયોગ જે સંયમ અને તપપૂર્વકનો હોય એનાર્થી દૂર થાય.
જ્યારે દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીકર્મના આવરણને જ્ઞાનયોગ તથા ધ્યાનયોગ અર્થાત્ જ્ઞાન-ધ્યાનથી દૂર કરી શકાય,
ઘાતીકર્મની બધી પ્રકૃતિ પાપપ્રકૃતિઓ છે. જ્યારે અઘાતીકર્મની પ્રકૃતિઓ પાપ-પુણ્ય ભય પ્રકૃતિઓ છે.
અઘાતીકર્મની પુણ્યપ્રકૃતિ જેટલી જીવને રુચે છે તેટલી ઘાતીકર્મનો ક્ષય કરવાની ઇચ્છા થતી નથી, અને અઘાતીકર્મની પાપપ્રકૃતિ જેટલી જીવને કઠે છે તેટલાં ઘાતીકર્મ કઠતાં નથી. બાકી તો અઘાતીકર્મની પુણ્યપ્રકૃતિઓનો બંધ કરવો હશે તો તે પણ ઘાતીકર્મનો વિવેક કરવાથી જ થશે. જીવ જે ચારે અઘાતીકર્મના વિપાકોદયમાં પ્રતિક્ષણે પોતાના જ્ઞાનઉપયોગમાં પુણ્યપ્રકૃતિઓના ઉદયને ઇચ્છે છે તે જ જીવના મોહભાવો છે.
આવાં આ ઘાતી અને અઘાતીકર્મજનિત અવસ્થાવાળા આપણે વર્તમાનમાં હોવા છતાં એ સઘળાંય કર્મને બાંધ્યાં છે, આપણાં પોતાના આત્માએ જ. એ કર્મને બળ કહો કે સત્તા, કોઈએ આપ્યાં હોય તો તે આપણા આત્માએ જ આપ્યા છે.
કર્મને બાંધનારે ૫ આત્મા છે, કર્મને ભોગવનારો આત્મા છે, અને કર્મને તોડનારો ય આત્મા જ છે.
બંધાનારા કર્મ કરતાં બાંધનારો અને તોડનારો આત્મા ચઢિયાતો છે. આત્મા કર્માધીન નથી પરંતુ કર્મ આત્માધીન છે. કર્મનું સ્વતંત્ર વિશેષ બલ છે જ નહિ, જેનું વિશેષ બળ છે એવા આત્માનો વિશેષ વિચાર કરવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org