________________
૨૩૪
સૈકાલિક આત્મવિજ્ઞાન પીડાય નહિ એટલે દુર્જનને દંડ ને શિક્ષા-સજાની જોગવાઈ રાખે છે. તેમ સન પીડાય નહિ અને તેની સજનતા જાળવી રાખી આગળ વિકાસ સાધી શકે તે માટે થઈને સન ને સર્જનની સજનતાનું રક્ષણ કરે છે. આ મહાન રાજધર્મ છે. આની સામે ગુરુનું મહાન કાર્ય એ છે કે જીવો દુર્જનતા છોડી સજ્જન બને અને રાજાને રાજ ચલાવવામાં પણ ઉપકારી બને છે. બંનેના કાર્યની સમાનતા હોવા છતાં મોટો ભેદ એ છે કે ગુરુ જીવના પૂર્વજન્મ ને પુનર્જન્મને લક્ષમાં રાખીને જીવને સાત્ત્વિક ભાવો આપી સક્રન બનાવી ઉચ્ચ કોટિનો માનવ બનાવે છે.
જ્યારે રાજાને આપણા પૂર્વભવના સંસ્કાર કે પુનર્જન્મના બગાડા સાથે કોઈ સંબંધ નથી. રાજ્યના પ્રજાજન જન્મે ત્યાંથી લઈ મરે ત્યાં સુધી વર્તમાન ભવ પૂરતું જ, રાજ્ય વ્યવસ્થા બરોબર ચાલે તેટલા પૂરતી સીમિત દષ્ટિથી જ રાજ ચલાવે છે. અરે ! એટલું જ નહિ પણ રાજા જેવા રાજાને પણ આ ભવ, પરભવનો વિચાર કરી પોતાના ગુણની કેળવણી માટે ગુરુ કરવા પડે છે. ગુરુની પાસેથી સદ્વિચાર, બુદ્ધિ, ધર્મબુદ્ધિ પ્રાપ્ત કરીને રાજ્ય ચલાવે છે, અને તેમ કરે તો જ તે રાજા સુંદર રાજ ચલાવી પ્રજાને સુખી કરી શકે છે.
આપણે સહુ જાણીએ છીએ રાજા રામ ને દશરથના ગુરુ વસિષ્ઠ હતાં. કૃષ્ણના ગુરુ સાંદિપની હતા. શિવાજીના ગુરુ રામદાસ હતા. કુમારપાળના ગુરુ હેમચંદ્રાચાર્ય હતા અને અકબરને પણ ધર્મબુદ્ધિ આપનારા હીરસુરિ જેવાં ગુરુ અને દરબારમાં નવ રત્નો બીરબલ આદિ હતાં. જે જે કાળમાં જે જે રાજાઓએ ધર્મગુરુનો આશ્રય લઈને અને ધર્મગુરુઓને વફાદાર રહીને રાજ ચલાવ્યું છે તેમની રાજ્યવ્યવસ્થા સુંદર રહી છે. એને સુવર્ણયુગ કહેવાયો છે, અને તે તે રાજાઓએ સ્વયનો પણ સુંદર આત્મવિકાસ કર્યો છે, તે વાત આપણને ઇતિહાસ કહે છે. આવા જ રાજાઓ પ્રજાને સુખશાંતિ આપવા પૂર્વક કલ્યાણના માર્ગે ચડાવી શકે છે અને પોતાનું પણ કલ્યાણ સાધી શકે છે.
આવા ગુરુપદે રહેલ ગુરુઓને રાજા અર્થાત્ નરેન્દ્રો તો શું પરંતુ દેવોના દેવ દેવેન્દ્રો-સુરેન્દ્રો પણ ભાવભીના નમસ્કાર કરે છે. તો આ વિશ્વમાં પરમાત્મરૂપ દેવપદ જેટલું પરાકાષ્ટાએ છે તેટલું જ તેના પ્રતિનિધિરૂપ તેના ચાહકને વાહક એવાં ગુરુનું પદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org