________________
ધર્મત્રયી-તત્ત્વ ત્રયી
૨૨૧
નથી. કારણ કે તે બે આ ભવ પૂરતાં જ હોય છે અને વળી દેહાશ્રિત હોય છે.
એથી વિપરીત ધર્મને તો પૂર્વજન્મ અર્થાત્ ભૂતકાળ અને પૂનર્જન્મ પરભવ અર્થાત્ ભવિષ્યકાળ સાથે વધારે સંબંધ હોય છે.
ભૂતકાળના ભવો પણ આપણે કર્યાં છે અને ભવિષ્યકાળના ભવો પણ આપણે જ કરવાના છે. છતાં તે સ્વીકારવા આપણે તૈયાર ન થઈએ કારણ કે તે અદૃષ્ટ તત્ત્વ છે . તે વર્તમાનકાળના ઇન્દ્રિયોના વિષયો નથી અને આપણે તો આપણા ઇન્દ્રિયજનિત જ્ઞાન અને બુદ્ધિ ઉપર જ મુસ્તાક રહીએ છીએ.
તો કોઈ જીવ ધર્મ તત્ત્વ પ્રત્યે સત્ય અને પ્રામાણિકતાની બુદ્ધિ રાખીને પુનર્જન્મ અને પૂર્વજન્મની માન્યતા ધરાવે, પરલોકમાં વિશ્વાસ રાખે બલ્કે આસ્થા રાખે તો તે જીવનો તે દૃષ્ટિભાવમાંની મિથ્યા માન્યતામાંથી જે તીવ્રતા હતી એમાં મંદતા આવી છે એમ કહેવાય. એ દર્શન મોહનીયમાં થયેલો સુધારો છે. અર્થાત્ આત્મવિકાસનું લક્ષણ છે. આત્માની ઉન્નતિનું સોપાન છે. આત્મસુખને પામવાનું સોપાન છે અને દુઃખી અવસ્થામાં વિવેકી બનવા માટેની સંભાવના-શક્યતા છે.
આપણે આવી દૃષ્ટિવાળા જીવો દેહધારી છીએ, અને દેહમાં રહેલી ઇન્દ્રિયો તે આપણા વહેવારિક જ્ઞાન અને સુખ દુઃખ વેદનનું સાધન છે, અને એ સુખ દુઃખના સાધન માટે વિશ્વમાં આપણો જીવ અન્ય બીજા જીવ અને જડ પદાર્થો સાથે સંબંધમાં આવીને જીવે છે. જે અન્ય જડ પદાર્થો અને જીવો સાથે જીવીએ છીએ તે આપણી ઇન્દ્રિયોના સાધનના સાધન છે. ફરક માત્ર એટલો છે કે આ શરીર અને ઇન્દ્રિયોમાં પુરાયેલો આપણો એક જીવ છે તેની સામે આપણાથી ભિન્ન બીજાં જીવો છે.
હવે આપણા શરીર અને ઇન્દ્રિય જે જડ છે તેની સાથે આપણે અર્થાત્ આપણો આત્મા ક્ષીર નીર સમ એકમેક છે, અને શરીરના સ્વાસ્થ્ય તથા ઇન્દ્રિયોના ભોગ ઉપભોગના ઉપયોગમાં આવતી જડ વસ્તુઓ આપણાથી ભિન્ન અન્ય પર ક્ષેત્રે છે. એટલે દેહ અને દેહમાં રહેલ ઇન્દ્રિયો ને દેહમાં પુરાયેલ આત્માઓ ચેતન જાતિના છે. ફરક માત્ર ક્ષેત્રનો છે. જ્યારે શરીર અને ઇન્દ્રિય પણ જડ છે. ને એના ભોગમાં આવતી ભોગસામગ્રી પણ જડ છે. ભેદ માત્ર એટલો છે કે તે અન્ય પર ક્ષેત્રે છે. છતાં જાતિ-જડજાતિ એક છે.
આપણે અને આપણને વળગેલ શરીરને ઇન્દ્રિયોને આપણાથી રહેલાં ભિન્ન ક્ષેત્રે જડ પદાર્થો તથા ચેતન પદાર્થો પ્રત્યે કાંઈ ને કાંઈ ભાવ, દૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org