________________
૧૧
ચાર આશ્રવઃ મિથ્યાત્વ-અવિરતિકષાય-યોગ શકવા સમર્થ નથી. ચંડકૌશિક નાગ, ગોવાળો કે ગોશાળા ભગવંત મહાવીરનું કશું જ બગાડી શક્યા નહિ. આપણું સ્વરૂપ :
અવિનાશી-પૂર્ણ અને પ્રશાંત એ આપણું, આપણા સહુ આત્માનું સાચુંમૂળ સ્વરૂપ છે. એવું એ મૂળ સ્વરૂપ પ્રત્યેક આત્માને પ્રાપ્ત જ છે, પણ તે વર્તમાનમાં અપ્રગટ છે એટલે કે સત્તામાં પડેલ છે. એની ઉપર મિથ્યાત્વઅવિરતિ અને કષાયના કારણે પડળ ચડેલ છે અર્થાત્ આવરણ (Layers) છવાઈ ગયેલ છે. તેથી જ આ પળે અને પ્રત્યેક પળે અપૂર્ણદશામાં પણ સહુ કોઈ જીવ માત્ર એ જ સ્વરૂપની ઈચ્છા કરે છે.
કોઈ ખાવા બેઠેલો અધૂરું ભોજન ઇચ્છે છે ? ચાર રોટલીની ભૂખ હશે અને એક રોટલી ખાઈ કોણ ઊઠી જશે ? કોણ પૂર્ણતાને ઝંખતો નથી ? બજારમાં ગયેલો કોણ ટકાઉ એટલે કે અવિનાશીની માંગણી કરતો નથી ? ગાઢ નિદ્રામાં મળતી શાંતિ જેવી શાંતિને કોણ ઇચ્છતો નથી ? ગાઢ નિદ્રાની શાંતિ જો પ્રિય છે, સુખરૂપ છે, તો પોતાનું પ્રશાંત સ્વરૂપ છે તે તો કેટલું સુંદર અને કેટકેટલું આનંદદાયી હશે એ શું વિચારવા જેવું નથી ?
શાસ્ત્રમાં બધું જ છે, જેમ બેંકમાં બધાંનાં જ ખાતાં છે, બેંકમાં કેટલાં ખાતાં છે, બેંક કેવી છે, એની માહિતી બેંકની સધ્ધરતા અને આપણાં નાણાંની સલામતી માટે જાણવી જરૂરી છે. પરંતુ પછી બેંકમાં કોના ખાતામાં કોનાં કેટલાં કેટલાં ખાતાં છે તે જાણવું જરૂરી નથી બલ્ક નિરર્થક છે. જાણવાનું તો આપણું જ ખાતું છે કે આપણા ખાતામાં શું છે ?
તેમ શાસ્ત્રો સર્વશકથિત અને સર્વશપ્રણિત હોવાથી એમાં બધાંના બધા જ ભાવો છે. એમાં સર્વ દ્રવ્યોના સર્વ ક્ષેત્ર અને સર્વ કાળના સર્વ ભાવો વર્ણવેલ છે. એનું વર્ગીકરણ ત્રણ વિભાગમાં કરેલ છે : મિથ્યાત્વ-અવિરતિ અને કષાય. પછી એ દરેક વિભાગના અસંખ્ય ભાગ હોય તે જુદા મુખ્ય વિભાગ ત્રણ શાળામાં, પહેલા ધોરણથી અગિયારમા ધોરણ સુધીના વર્ગો દરેકના બે હિસાબે બાવીસ પણ દરેકમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી એનું ધોરણ નિશ્વિત નહિ. એવું જ આ વર્ગીકરણનું છે.
આ સઘળું ય શાસ્ત્રોમાં આપેલ છે. એમાં જોવાનું છે આપણે આપણું. આપણે શું છીએ ? આપણું સ્વરૂપ શું છે ? આપણે ક્યાં છીએ ? આપણે ક્યાં જવાનું છે ? અને કેટલે જવાનું છે ? અરીસામાં દશ વ્યક્તિનું મુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org