________________
મોક્ષ
૨૬૯ આમ આપણી અનિત્યતા જે પુદ્ગલ નૈમિત્તિક છે તે પુગલના નિમિત્તને ટાળીને તેનો સર્વથા અભાવ કરી શકાય છે. આ પ્રમાણે ટાળેલી અનિત્યતાને અંતે જે અવસ્થા રહી જાય છે તે નિત્યાવસ્થા-નિત્ય પર્યાય ! એ નિત્યપર્યાય આત્મદ્રવ્યના આધારે છે. આત્મદ્રવ્ય તો નિત્ય છે જ પણ આત્માની અવસ્થા જે નિત્ય બની ગઈ એનું જ નામ મોક્ષ ! અવસ્થા (હાલત-પર્યાય)ની અનિત્યતા એ જ દુઃખ, સંસાર અને બંધન છે.
જે પદ એક છે તે વિશ્વમાં હોય જ એવી પદની પ્રરૂપણાથી વ્યાકરણશાસ્ત્રની અપેક્ષાએ “મોક્ષની સિદ્ધિ કરી. વ્યાકરણશાસ્ત્ર કરતાંય આપણા જીવનનું દર્શન કરીશું તો પણ “મોક્ષતત્ત્વ'ની સિદ્ધિ સહજ થઈ શકશે જે સ્વાનુભૂતિ છે. - શું આપણને બંધન ગમે છે ? બંધનનો અર્થ શો ? બંધન કોઈને ક્યારેય ગમતું નથી. આપણે જે દુઃખ વેઠીએ છીએ તેના કારણમાં-મૂળમાં બંધન છે. સુખવેદન જેમ તત્ત્વ છે તેમ દુઃખવેદન પણ તત્ત્વ છે. દુઃખ અનિષ્ટ છે માટે બંધન છે, દુઃખનો સર્વથા નાશ એટલે બંધનનો સર્વથા નાશ અર્થાતુ મોક્ષ !
કદાચ કોઈ કહેશે કે તે બંધનને માનતો નથી. એટલે તેને માટે મુક્તિનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. એવી વ્યક્તિને આપણે પૂછીએ કે ભાઈ ! બંધનની વાત બાજુ પર રાખ અને દુઃખનું વેદન છે કે નહિ તે કહે. જવાબ મળશે કે.. "દુઃખ છે અને તે દુઃખનું હું વંદન કરું છું." હવે દુઃખનું કારણ તપાસીશું તો એના મૂળમાં કાંઈક ભૂલ જણાશે. આપણો જીવનવ્યવહાર છે કે જે ભૂલ કરે તે બંદિખાનામાં જેલખાનામાંકેદમાં જાય. અર્થાત બંદિ બને અને જેલમાં બંધનનું દુઃખ ભોગવે.
ભૂલ અને દુઃખનો ક્રમ પાડવાની જરૂર છે. વ્યક્તિ દુઃખ અને સુખને અવશ્ય અનુભવે છે, અને જાણે છે તેમ માણે છે. સુખ અને દુઃખ ન દેખાતાં હોવા છતાં સહુ માને છે કેમકે એ નિજ અનુભવની વાત છે. પણ દુઃખના કારણમાં પાપ અર્થાત્ દોષસેવન (ભૂલ) અને સુખના કારણમાં પુણ્ય અર્થાત્ ગુણસેવન (સદ્ભાવ-સત્કાર્યી રહેલ છે. એને જીવ જોતો નથી અને માનતો નથી અને છતાંય આશ્ચર્યની વાત તો એ છે કે પ્રત્યેક પ્રત્યેક વ્યક્તિ સર્વથા દુઃખથી મુક્તિ તથા અનંત-અક્ષય-અખંડ-અવ્યાબાધ એવાં સ્વાધીનને પૂર્ણ સુખની ઇચ્છા રાખે છે. જીવની આ ઈચ્છા તે જ તેની મોક્ષની ઇચ્છા થઈ. આમ જીવ મોક્ષને માનતો નથી પણ મોક્ષના ભાવને તો ઇચ્છે જ છે. વળી જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org