________________
મોક્ષ
૨૬૭
એવા આત્માના આધારે અવસ્થાનું આવાગમન થયા કરે છે. માટે જ આત્માને કુટસ્થ કહ્યો છે, ધગધગતા લોઢાના ગોળામાંથી આગ અને લોઢું જુદાં છે. એમ આત્મા અને શરીર જુદાં છે. આત્મા આધાર છે. અધિષ્ઠાન છે જેના આધારે અવસ્થા બદલાયા કરે છે. અવસ્થા આધેય છે. અધ્યસ્થ છે.
આત્માનો જો નાશ થતો હોત તો પછી મોક્ષનો પ્રશ્ન જ ન હોત. પરંતુ જે આધારભૂત છે તેનો નાશ કદી થતો નથી. દ્રવ્ય છે તે આધાર છે. જે અનાદિ, અનંત, અનુત્પન્ન, અવિનાશી અને સ્વયંભૂ હોય છે. આમ અધિષ્ઠાન એવા આત્મદ્રવ્યનો તો કદી નાશ થતો જ ન હોવાથી તે નિત્ય છે, અવિનાશી છે. જ્યારે એની ઉપર એના આધારે એની અવસ્થા પર્યાય બદલાયા કરે છે. એના પર્યાયનો વિનાશ થયા કરે છે. અવિનાશીને વિનાશીપણું ગમતું નથી. માટે જેમ અવિનાશીએ જેમ તે પોતે દ્રવ્યથી અવિનાશી છે એમ એના પર્યાયથી અવિનાશી બની રહેવા એણે એના પર્યાયને સ્થિર નિત્ય અને અવિનાશી બનાવવો રહ્યો.
આપણી માંગ નિત્યની છે તે જ સૂચવે છે કે આપણે વર્તમાનમાં નિત્ય નથી. જેણે નિત્યાવસ્થામાં અવિનાશીતત્ત્વની પ્રાપ્તિ કરી લીધી છે તે સિદ્ધ છે, સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ પરમાત્મા કે કેવલી ભગવંતને નિત્યની માંગ હોતી નથી. કારણ કે નિત્યની પ્રાપ્તિ અને તૃપ્તિ પછી ઈચ્છા કે માંગ રહેતી નથી. જેની માંગ હોય છે તેનો માગનારને અભાવ હોય છે. આ જ સૂચવે છે કે આપણી વર્તમાન દશા અનિત્ય છે અને નિત્ય જેવી કોઈ ચીજ છે તેની માંગ છે એટલું જ નહિ, અનિત્ય હંમેશાં નિત્યમાંથી જ નીકળે. ઉત્પન્ન હંમેશાં અનુત્પન્નના જ આધારે થાય. ઉત્પાદનો વ્યય થાય તે હંમેશાં અવ્યયમાં એટલે કે ધ્રુવમાં સમાય. દરિયાની ભરતી અને દરિયાની ઓટ દરિયાના આધારે હોય. દરિયાને આધારે ઉત્પન્ન થાય અને દરિયામાં પાછી વિલીન થાય. ઉત્પાદ કે વ્યય હંમેશાં અવ્યય અર્થાતુ ધ્રુવ (નિત્ય)ના આધારે જ હોય.
જેને માંગ છે તેને તેની અપ્રાપ્તિ છે એ પ્રથમ સિદ્ધ થાય. ભોજનની ઈચ્છા છે, એ ભૂખ્યો છે અને તંદુરસ્તીની ઈચ્છા રાખનારો નાદુરસ્ત છે એમ પ્રથમ સિદ્ધ થાય. ભોજન લીધા બાદ તૃપ્તિ થઈ જાય પછી ભોજનની ઈચ્છા ન રહે. કેવલી ભગવંતને કેવલજ્ઞાનના પ્રાગટ્ય બાદ અવિનાશીની ઇચ્છા કે માંગ હોય ? ન જ હોય કેમ કે સ્વયં અવિનાશી થયેલ છે.
વર્તમાનમાં આપણું દ્રવ્ય-આત્મા નિત્ય છે અને પર્યાય અર્થાત્ આત્માની અવસ્થા અનિત્ય છે. તો નિત્ય અવસ્થા કઈ ? એને શોધવી ક્યાં ? જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org