Book Title: Traikalik Atmavigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 274
________________ મોક્ષ ૨૬૫ આપણે વિચાર્યું ? હું મરે છે ત્યારે કોણ મરે છે ? જીવ કે શરીર ? ત્યાં જ મુશ્કેલી આવે છે અને મૂંઝવણ થાય છે. શરીર અને આત્માનો ખીચડો થઈ ગયો છે. જે દેહમાં આત્મા હતો એ દેહ આત્માનો એક વિજાતિ પર્યાય (અવસ્થા-હાલતો હતો. તે દેહ પર્યાય મર્યો પણ વ્યક્તિ રૂપે દ્રવ્યરૂપે નિત્ય એવો આત્મા નિત્ય રહે છે. એ મરતો નથી પણ નવો પર્યાય-નવો દેહ ધારણ કરે છે. હું શરીર પણ નથી અને હું વર્તમાનમાં સિદ્ધાત્મા-પરમાત્મા પણ નથી, શરીર જડ છે અને વિનાશી છે માટે શરીર એ હું નથી.” અને વર્તમાનમાં સિદ્ધાવસ્થાનું સચ્ચિદાનંદ સ્વરૂપનું વેદન નથી એટલે હું પરમાત્મા નથી. “હું સિદ્ધ છું “હું પરમાત્મા છું” “અહં બ્રહ્માડસ્મિ” એ વિકલ્પ છે, જે કહેવા શરીર અને જીવ જોઈએ. સિદ્ધ પરમાત્માનો આત્મા દ્રવ્યથી પણ નિત્ય છે અને સિદ્ધાવસ્થાના પર્યાયથી પણ નિત્ય છે. જ્યારે વર્તમાનકાળનો આપણો આત્મા દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય હોવાથી તેને નિત્યાનિત્ય કહેવાય. ઉદાહરણ તરીકે ગઈકાલે મંગળવાર હતો. આજે બુધવાર છે અને આવતીકાલે ગુરુવાર હશે. બુધવાર આવતીકાલે જશે અને ગુરુવાર આવશે. પરંતુ આજે બુધવાર નષ્ટ નથી થયો તે આપણે જાણીએ છીએ-અને બુધવાર નષ્ટ થતાં ગુરુવારે આપણે હશે તે નિશ્ચિત છે. છતાં મંગળવારે હતાં અને મંગળવાર નષ્ટ થયા છતાં બુધવારે છીએ. એટલે કે આત્મદ્રવ્ય નિત્ય છે. આપણી જાગૃત-સ્વપ્ન નિદ્રાવસ્થાથી પણ આત્મદ્રવ્યની નિત્યતા સમજી શકાય એમ છે. જાગૃતદશા પછી નિદ્રાવસ્થા આવી. આપણે નિદ્રામાં રહ્યાં કે ગયા ? અને નિદ્રાવસ્થામાંથી સ્વપ્નાવસ્થા (જે બંધ આંખની જાગતી દુનિયા)માં સરકી ગયાં તો ત્યારે રહ્યાં કે ગયાં ? અને સ્વપ્નાવસ્થામાં ઉઘાડી આંખની દેખતી દુનિયામાં એટલે કે જાગૃતાવસ્થામાં આવ્યા તો આપણે, આપણે જ છીએ કે નહિ! આપણે બધી અવસ્થામાં રહ્યાં. બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા-યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા આદિ અવસ્થા-હાલત-પર્યાય બદલાય છે. વ્યક્તિ તેની તે જ રહે છે. એ આત્મદ્રવ્યની નિત્યતાની સિદ્ધિ કરે છે અને પર્યાયની અનિત્યતાની સાબિતી કરે છે. જાગૃતિ ગઈ અને નિંદ્રા આવી. પણ જો “હું આત્મા અર્થાત્ આધારસ્તંભ (અધિષ્ઠાન) ન હોઉં તો જાગૃતિ નિંદ્રા સ્વપ્નાવસ્થા કોના આધારે? આત્મદ્રવ્ય એવા અધિષ્ઠાનના આધારે અવસ્થા પર્યાય છે. આમ અધ્યાત્મ-આત્મસ્વરૂપને સમજવા પડસ્થાનક છે. (૧) આત્મા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282