________________
મોક્ષ
૨૬૩ અપૂર્ણ, દૂધપાક ઢોળી નાખે અને ચાટવાનું કહે અથવા તો ભેળસેળિયો આપેસીંગોડાના લોટમિશ્રિત શ્રીખંડ આપે તો તે વિકારી થયેલ ન ગમે. દૂધપાક હાથમાં આપે. કલઈ વગરના વાસણમાં આપે અને રૂપાંતરમાં ફાટી જાય કે બગડી જાય તો તેવો વિનાશી નહિ ગમે. દૂધપાક હાથમાં રાખી માત્ર બતાડે પણ આપે નહિ તો તેવો પરાધીન પણ નહિ ગમે. - સ્ત્રીઓ કુંભારને ત્યાં માટલા ખરીદવા જાય છે એ પણ ટકોરા બંધ આખું, પાણી ભરતાં તૂટી ન જનારું, બરોબર પાકેલું અને રંગરૂપે સુંદર પરિપૂર્ણ એવું જોઈ-તપાસી-ચકાસીને લે છે. એમ કાપડિયાને ત્યાંથી કપડું ખરીદનાર પણ ડાઘ વગરનું, ફસકી ન ગયેલું, તાણે વાણે પૂર્ણ, રંગરૂપે સુંદર અને ટકાઉ જોઈને ખરીદે છે.
આ જ બતાવે છે કે આપણા સહુની માંગ સ્વાધીનતાની પૂર્ણતાની, શુદ્ધતા-અવિકારીતાની, અવિનાશીતાની, સત્યમ-શિવમ્-સુન્દરમની છે.
હવે પ્રશ્ન એ રહે છે કે આપણી માંગ મુજબનો અવિકારી, અવિનાશી, અખંડ, પૂર્ણ, સ્વાધીન પદાર્થ વિશ્વમાં છે કે નહિ ? જો વિશ્વમાં આપણી માંગ મુજબનો પદાર્થ હોય તો તેનું સંશોધન કરવાનું રહે. વસ્તુનું અસ્તિત્વ હોય તો તેની માંગ સાચી.
પૂર્ણતાની સામે તેનું વિરોધી અપૂર્ણઅધુરું સ્વાધીનતાની સામે પરાધીનતા; અવિકારીની સામે વિકારી; અવિનાશીની સામે વિનાશી અને ચૈતન્યની સામે જડ શબ્દનો વિચાર કરીશું અને જીવનમાં તપાસીશું તો વર્તમાનકાળનું આપણું જીવન કેવું છે એ જાણી શકીશું. શું આપણું જીવન પૂર્ણ છે ? અવિનાશી છે કે વિનાશી ? આપણું વર્તમાનકાળનું જીવન અપૂર્ણ, વિનાશી, વિકારી, જડ અને પરાધીન છે. જ્યારે આપણી માંગ આપણા પ્રત્યેક વ્યવહારમાં, પૂર્ણની, અવિનાશીની, અવિકારીની, સ્વાધીનતાની અને ચૈતન્યતાની છે, જીવન વ્યવહારની કોઈ પણ ઘટના લ્યો અને માંગ તપાસો. દરજીને સીવવા આપેલ ખમીસની એકાદ બાંય ન હશે કે એકાદું બટન ટાંકવું રહ્યું હશે તો સ્વીકાર નહીં કરીએ. આપણી પાસે વર્તમાનકાળનું આપણું જીવન અને મળેલા પદાર્થો અવિનાશી, અવિકારી, પૂર્ણ પદાર્થો હોય જ અને તે પદાર્થનું તે તત્ત્વનું સંશોધન કરવાનું છે.
આવું સંશોધન તે જ વેદાંતમાં સાધનાના પ્રથમ તબક્કામાં જણાવેલ વિવેક છે. વેદાંતના સાધના ચતુષ્ટયમાં વિવેક-વૈરાગ્ય, સંપત્તિ અને મુમુક્ષતા એવાં સાધનાનાં ચાર સોપાન બતાડેલ છે. જેમાં વિદ્યાર્થીને સ્નાતક થતાં પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org