Book Title: Traikalik Atmavigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 277
________________ ૨૬૮ વૈકાલિક આત્મવિજ્ઞાન પદાર્થમાં ઉત્પાદ કે વ્યય નથી, જે વિનાશી નથી, જેમાં પરિવર્તન નથી કે જેને પરિભ્રમણ નથી, અને જેમાં વિકાર નથી તે નિત્ય છે. આપણું સદ્ભાગ્ય છે કે આપણને જૈનદર્શન મળેલ છે. આપણને જે દેવ મળેલ છે તે દેવ પૂર્ણ, નિત્ય, અવિનાશી, અવિકારી, વીતરાગ છે. આપણે લોગસ્સ સૂત્ર દ્વારા જે ચોવીસે તીર્થંકરનું નામસ્મરણ કરીએ છીએ તે ચોવીસે તીર્થંકરો આવી નિત્ય, નિર્વિકારી, પૂર્ણ, વીતરાગ વ્યક્તિઓ છે. તેઓ વિનાશી દશામાંથી છૂટી ગયા છે. એટલે કે મુક્ત થઈ ગયા છે. તીર્થંકર પરમાત્માઓ તીર્થંક૨ સ્વરૂપે ભૂમિતલ ઉપર વિચરે છે. ત્યાં સુધી એમને દેહ છે જે વિનાશી છે, પરંતુ એમનું કેવલજ્ઞાન અવિનાશી છે. પ્રથમ મન અને મતિજ્ઞાન (બુદ્ધિ)નું અવિનાશી ભાવમાં સંક્રમણ કરાય છે, જે પૂર્ણજ્ઞાન કેવલજ્ઞાન-સર્વજ્ઞરૂપે પરિણમે છે.અને પછી મન અને મતિ અર્થાત્ ઉપયોગ જેના આધારે રહેલ છે એ આત્મપ્રદેશ જે અવિનાશી તો છે જ પણ તે દેહમાં પુરાયેલ-બંધાયેલ છે ને રૂપી થયેલ છે એ મુક્ત થાય છે અને અરૂપી બને છે. મન (ઇચ્છા) અને મતિ (બુદ્ધિ)ની ઉત્પત્તિનું મૂળ કેવલજ્ઞાન અને આત્મપ્રદેશ છે. આપણી પાસે સત્તામાં રહેલ કેવલજ્ઞાનના આધારે જ મતિશ્રુત-અવધિ અને મન:પર્યવ જ્ઞાન ઉદ્ભવે છે. આમ આપણી પાસે આપણા નિત્ય વિભાગ બે છે. એક તો આત્મપ્રદેશ (આત્મદ્રવ્ય) અને બીજું કેવલજ્ઞાન. જે વસ્તુ સ્વયંભૂ છે તેને દબાવી શકાય કે આવરી શકાય પરંતુ તેનો સર્વથા અભાવ તો કોઈ કાળે શક્ય નથી. આને આપણે સૂર્ય અને વાદળના ઉદાહરણથી સમજી શકીએ. જો કે તે પણ સ્થૂળ ઉદાહરણ છે. જે વાદળની ઉત્પત્તિમાં સૂર્ય-સૂર્યની ગરમી છે તે જ વાદળ સૂર્યને આવરે છે, છુપાવે છે પણ એ વાદળ સૂર્યનો અભાવ નથી કરી શકતા બલકે સૂર્ય વાદળ વિખેરી નાખે છે. જીવના આત્મપ્રદેશ, શુભાશુભ ભાવ અને કાર્યણવર્ગણા મળી કર્મ થાય છે. એ કર્મ જે સ્વયંભૂ નથી તેનો વિયોગ-નાશ અભાવ કરી શકાય છે, અને કર્મમુક્ત બની શકાય છે. પરંતુ આત્મપ્રદેશ કે કાર્યણવર્ગણા (જે પુદ્ગલ પરમાણુ છે)નો કયારેય નાશ ન કરી શકાય. પુદ્ગલદ્રવ્યમાંના વર્ણ-ગંધ-રસસ્પર્શ અને શબ્દ એ પુદ્ગલ દ્રવ્યના સ્વાભાવિક ગુણ છે જેનો પુદ્ગલદ્રવ્યમાંથી સર્વથા અભાવ ન કરી શકાય. આપણામાં અર્થાત્ આત્મામાં અનિત્યતા પુદ્ગલ નૈમિત્તિક સાંયોગિક છે. જ્યારે પુદ્ગલની અનિત્યતા સ્વાભાવિક છે. પુદ્ગલદ્રવ્ય અને અનિત્યતા આધાર આધેય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282