________________
૨૬૨
વૈકાલિક આત્મવિજ્ઞાન
પોતે જીવન જીવતો હોય અને ન માને એનું જ નામ અજ્ઞાન ! અજ્ઞાનનું આશ્ચર્ય આવું જ હોય !
અજ્ઞાનનો અર્થ અધ્યાત્મક્ષેત્રે ભણ્યો નથી એટલે કે અભણ નિરક્ષર એવો ન થાય. એમ હોત તો આપણા મુનિ-મહાત્મા સંતો અજ્ઞાની જ ઠરત. તેઓ રેડિયો-ટીવી-ટેલિફોન કે મોટર મીકેનિક બની શકે ? આપણે હજુય કદાચ બની શકીએ. અજ્ઞાનનો અર્થ એવો નથી. અજ્ઞાનનો અર્થ એ છે કે જે જીવન જીવીએ છીએ એનું સ્વરૂપ જાણતાં નથી.
જીવનું લક્ષણ શું ? જ્ઞાન ! જ્ઞાનનું સાચું સ્વરૂપ શું ? જ્ઞાનની પૂર્ણતા, સ્વાધીનતા, સર્વજ્ઞતા, અવિકારીતા, અખંડિતતા એ જ્ઞાનનું સાચું સ્વરૂપ છે. કાપડનું સાચું સ્વરૂપ (મૂલ્ય) શું ? કપડું સિવડાવીએ અને અંગ ઉપર વસ્ત્ર બનીને આવે તે કાપડનું સાચું સ્વરૂપ મૂલ્ય છે. કોઠારમાંના અનાજનું પણ તે પ્રમાણે સાચું મૂલ્ય ત્યારે કે જ્યારે રસોડામાં જાય, રસોઈ તૈયાર થાય ! અને આપણે ઓરોગીએ.
જ્ઞાનનું સાચું સ્વરૂપ છે એ જ જીવની માંગ છે. એવો કયો જીવ છે, કે જેની માંગ ચૈતન્યતાની, સ્ફૂર્તિની, સ્વાધીનતાની, નિત્યતાની, અખંડિતતાની, અવિકારીતાની, પૂર્ણતાની-સત્યમ્-શિવમ્-સુન્દરમ્ની-નથી ?
કોઈ પણ જીવને જડતા-પરાધીનતા, અનિત્યતા (વિનાશીતા) અને દુઃખ ઇચ્છનીય નથી. જીવ માત્રને પૂછીશું કે ઇચ્છા શાની છે ? તો જવાબ સહુનો એ જ મળશે કે સુખની ઇચ્છા છે. દુ:ખની કોઈ ઇચ્છા કરતું નથી અને દુઃખ કોઈને ગમતું નથી. જ્ઞાન (જીવ) સુખનું વેદન ઇચ્છે છે.
દૂધપાક-શ્રીખંડ આદિ ઇષ્ટ પદાર્થ કેમ ઇચ્છીએ છીએ ? કારણ એમાં આપણને સુખ લાગે છે. કોઈને દૂધપાકની મીઠાશ ઇષ્ટ હોય, કોઈને શ્રીખંડની મધુરી ખટાશ ઇષ્ટ હોય, ઇષ્ટ છે એમાં સુખ છે. પછી તે દૂધપાક હોય, શ્રીખંડ હોય કે અન્ય પદાર્થ હોય. ઇષ્ટ રસ કોને કહેવાય ? જીભને જે ઇષ્ટ લાગે તે ઇષ્ટ રસ, ઇન્દ્રિયોના વિષયો સારા ક્યારે ? જે વિષય ઇન્દ્રિયને સુખવેદન કરાવે તે સારા, પાંચમાંની કોઈપણ ઇન્દ્રિયના ભોગ વિષે વિચારીશું તો જણાશે કે અંતે તેનું વેદનમાં રૂપાંતર થશે અને એ વેદન જો સુખરૂપ હશે તો ગમશે અને દુઃખરૂપ હશે તો કઠશે.
આપણને સુખ કયું ગમે ? સ્વાધીન કે પરાધીન ? પૂર્ણ કે અપૂર્ણ? શુદ્ધ અવિકારી કે અશુદ્ધ-વિકારી ? વિનાશી કે અવિનાશી ? દૂધપાક કે શ્રીખંડ એક ચમચી માત્ર આપે તો આપણું સુખ અધૂરું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org