________________
દા
આપણું જીવન ત્રણ પ્રકારના વ્યવહારથી ચાલે છે. વ્યવહારમાં કેટલુંક સાંભળીને ચલાવીએ છીએ, કેટલુંક નજરે જોઈને ચલાવીએ છીએ, તો કેટલુંક અનુભવમાં આણીને જાણીએ છીએ. વાસ્તવિક જ્ઞાનનો ક્રમ એ જ પ્રમાણે છે. પ્રથમ શ્રત, પછી દષ્ટ અને અંતે અનુભૂત. કયાં તત્ત્વો શ્રુત સુધી કામ લાગે, કયાં તત્ત્વો શ્રુત પછી દષ્ટ પણ કરવાં પડે અને કયાં તત્ત્વો શ્રત અને દષ્ટ થયા બાદ અનુભૂતિમાં લાવવાં પડે એ વિચારવું પડશે.
મુક્તિ એટલે મોક્ષનો પણ આ રીતે વિચાર કરવો જોઈશે. આપણે સહુ ભગવાન ! ભગવાન ! પરમાત્મા ! પરમાત્મા ! બોલીએ છીએ અને મોક્ષની વાતો કરીએ છીએ. પણ શું આપણે ભગવાન જોયા ? પરમાત્માનો સાક્ષાત્કાર થયો ? મોક્ષ જોયો ? વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે મોક્ષની સિદ્ધિ કરવી જોઈએ. માત્ર શાસ્ત્રના કહ્યાથી મોક્ષ માનીએ તો કેમ ચાલે ! આપણા જીવનથી મોક્ષની સિદ્ધિ કરવી જોઈએ.
શાઅમાં મોક્ષ વાંચી સાંભળી શકાય છે. પણ સાંભળીને મોક્ષ દેખાડી શકાય એવી ચીજ નથી. પ્રભુને કેવલજ્ઞાન થયું, તે શાસ્ત્ર દ્વારા સાંભળીને જાણી શકાય. પરંતુ તે કેવલજ્ઞાન તત્વ કેવું છે તે દેખાડી ન શકાય. હા! એનો અનુભવ જરૂર કરી શકાય.
વિશ્વમાં જે જે પદાર્થ અસ્તિત્વ ધરાવે છે તે સઘળાય પદાર્થ વ્યવહાર્ય છે. એના નામ છે, અને જેના નામ હોય તે સઘળાંય પદાર્થરૂપી-દષ્ટ હોય કે અરૂપી દષ્ટ હોય. આપણે તેના નામોચ્ચારથી શબ્દ દ્વારા સાંભળી જાણી શકીએ, જણાવી શકીએ ને એનો ખ્યાલ આપી શકીએ.
તો હવે આપણે કહીશું કે મોક્ષ અમે સાંભળ્યો છે પણ જોયો નથી. વાત બરોબર છે પણ ભાઈ! મોક્ષ એ જોવાની ચીજ નથી. એ તો અવસ્થા છે-હાલત છે. મુક્તાવસ્થા એ જીવની અવસ્થા છે. એ અનુભવદશા છે !
મોક્ષ છે કે નહિ ? એ પૂછનાર અને કહેનાર જીવ હોય. જડ પુદ્ગલ પદાર્થને ક્યારેય આવો પ્રશ્ન થાય નહિ અને પૃચ્છા કરે નહિ કે મોક્ષ છે કે નહિ. તો જો મોક્ષ દેખાડી શકાતો નહિ હોય તો પ્રશ્ન કર્તાને મોક્ષની સિદ્ધિ કેમ કરીને કરાવવી ?
વ્યાકરણશાસ્ત્રનો નિયમ છે કે જેટલા જેટલા શબ્દો છે તેની ઉત્પત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org