________________
વૈકાલિક આત્મવિજ્ઞાન
બાકી કેવલજ્ઞાનમાં - તુર્યાવસ્થામાં આ કાળ તત્ત્વ નથી. મતિજ્ઞાનના ઉપયોગમાં કાળનું સ્વરૂપ સાદિ-સાન્ત છે. જ્યારે નિરાવરણ કેવલજ્ઞાન સાદિઅનન્ત છે જે સ્વરૂપ અપરિવર્તનશીલ છે. અપરિચ્છિન્ન છે. કાળ અને સાધના :
વર્તમાનકાળ ધર્મ પરિણામ વડે સુધારવાથી ભવિષ્યકાળ સુધરવાનો જ છે.
મલિન-દૂષિત જલને નિર્મળ કરવાનું સાધન તો ગળણી (Filter) છે. ગળણી વચ્ચે મૂકી દેવાથી અસ્વચ્છ પાણી સ્વચ્છ થઈને આવે છે.
એમ વર્તમાનમાં ધર્મજનિત ભાવ (પરિણામ) રૂપી ગળણી જો મૂકી દઈશું તો બધો ય ભવિષ્યકાળ ગળાઈ - ચળાઈને સ્વચ્છ-શુદ્ધ-શુભ બનીને અવતરશે. ઉદ્ભવલ ભવિષ્યનું નિર્માણ થશે. પછી કર્મબંધ (ભૂતકાળ) ને જોવાની જરૂર નથી. મોહનીયનો ક્ષયોપશમ ચાલુ રહે છે. ધર્મનો અનુભવ-અનુભૂતિ વર્તમાનકાળમાં થાય છે. ભવિષ્યકાળમાં ધર્મ કરાતો નથી. અર્થાત્ ભવિષ્યકાળના ધર્મની અનુભૂતિ વર્તમાનકાળમાં થતી નથી.
૨૫૬
જાગૃત અવસ્થામાં ગુણ પ્રાપ્તિ વખતે દોષ રહિતતા આવે તો તેના ફળરૂપે ધ્યાન અને સમાધિ લાધે છે, જે ધર્મનું ફળ છે. એ તત્સમય છે. તે જ સમયે તત્કાળ આનંદ મળે છે. જ્યારે કર્મનું ફળ રોકડું તે જ સમયે નથી. પરંતુ જધન્યથી અંતર્મુહૂઁર્ત બાદ અને ઉત્કૃષ્ટથી ૭૦ કોડાકોડી સાગરોપમ બાદ છે. આમ ધર્મ એ રોકડાનો વેપાર છે તો કર્મ એ વાયદાનો વેપાર છે-ઉધારી છે.
ધર્મ તત્ત્વને નથી તો ભૂત કે નથી તો ભવિષ્ય. ભૂત અને ભવિષ્ય તો કર્મ તત્ત્વ છે, કે જ્યાં પુદ્ગલના પર્યાયોના પરિવર્તનની આવશ્યકતા છે. ધર્મ તત્ત્વમાં તો આત્માના અપ્રગટ પ્રાપ્ત ગુણોનું પ્રાગટીકરણ છે. ઉદ્યમ વર્તમાનકાળમાં થાય. ઇચ્છા ભવિષ્ય માટેની હોય. એક જ સમય એ વર્તમાનકાળ અને સમયાંતર એટલે ભવિષ્યકાળ.
ભવિષ્યકાળ જોવો - ઊભો રાખવો એ અધર્મ છે. ભવિષ્યકાળને ખતમ કરવો તે ધર્મ છે.
કાળચક્રોને ખતમ કરવા અને કાળનો કોળિયો કરી અકાલ થવું તે ધર્મ છે.
આત્મા સ્વરૂપથી અકાલ છે. એથી ધ્યાનમાં સમાધિમાં અકાલત્વ વેદાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org