________________
કાળનો નિકાલ
૨પપ ભાવતત્ત્વની સ્વાનુભૂતિ જ હોય. સાકર મીઠી છે એ સમજાવાય નહિ. સાકરની મીઠાશનો સ્વાદ અનુભવાય ત્યારે જ એની મીઠાશ સમજાય.
છદ્મસ્થનું જ્ઞાન ત્રણે કાળના ભેદરૂપ છે. એણે જાણ્યું, એ જાણે છે અને એ જાણશે એવાં છદ્મસ્થની ક્રિયાના કાળથી ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવાં ભેદ પડે છે. જ્યારે કેવલિનું જ્ઞાન જીવન અને ભોગ ત્રણે એકરૂપ છે. અભેદ છે. પર વસ્તુનું ભોકતૃત્વ નીકળી જતાં કેવલજ્ઞાનનું પ્રાગટીકરણઅનુભવ થાય છે. પર વસ્તુના ભોફ્તત્વના કારણે જ કાળના ત્રણ ભેદ પડી જાય છે. માટે જ છદ્મસ્થના જીવન-જ્ઞાન અને ભોગ ત્રણ કાળરૂપ અર્થાત ભેદરૂપ બની જાય છે.
ભેદરૂપ તત્ત્વ અભેદરૂપ તત્ત્વને પકડી નહિ શકે. સાદિ-સાન્ત ભાવોથી અનાદિ-અનંત, સાદિ-અનંત તત્ત્વ નહિ સમજાય.
આત્મા સ્વક્ષેત્ર-કાળ - ભાવનો ભોક્તા બને તો સુખી થાય. પરંતુ આત્મા પર ક્ષેત્ર-કાળ-ભાવનો ભોક્તા બન્યા હે તો દુઃખીનો દુઃખી જ રહે. ધ્યાનમાર્ગની સાધનામાં સ્વ ક્ષેત્ર-કાળ-ભાવનું ભોકતૃત્વ છે તેથી જ ધ્યાનમાં શાંતિ-સુખ-સમાધિની પ્રાપ્તિ સહજ થાય છે.
સિદ્ધ પરમાત્માના સિદ્ધ સ્વરૂપને આપણા જ્ઞાન ઉપયોગમાં લઈએ છીએ. અર્થાત જ્ઞાન ઉપયોગમાં સિદ્ધત્વને શેય બનાવીને આપણે એની અસર લઈએ છીએ. તેમ આકાશાસ્તિકાયના અવગાહના પ્રદાનત્વ તત્ત્વનો ઉપયોગ સ્પર્શ સંબંધ દ્વારા ક્રિયામાં કરીએ છીએ.
આકાશાસ્તિકાયમાં અવગાહના પ્રદાનત્વ, ધર્માસ્તિકાયમાં ગતિ પ્રદાનત્વ અને અધર્માસ્તિકાયાં સ્થિતિ પ્રદાનતત્વ છે જ્યારે સંસારી છબસ્થ જીવોના જ્ઞાનદર્શન ઉપયોગમાં કાળ તત્ત્વ છે.
જીવના વર્તમાન જ્ઞાન-દર્શન ઉપયોગ જે સાદિ-સાત્ત ભાવના છે તે જ કાળ છે અને તે ઉપયોગ બીજા સમયે બીજી જ ક્ષણે વિનાશ પામેથી ફરી જીવ તે ઉપયોગનો ઉપભોગ-વેદન કરી શકતો નથી. છદ્મસ્થનો ઉપયોગ ક્ષણિક સ્વ અને કાળ પર હોવાથી કાળ અરૂપી છે, અભોગ્ય છે, કેમ કે સમયાંતરે પર છે.
ઘેન, મૂછ, નિંદ્રા, ધ્યાન, સમાધિમાં જીવને કાળની ખબર પડતી નથી. તેમ સુખમાં પણ જીવને કાળ ક્યારે કેટલો વ્યતીત થયો તેની જાણ થતી નથી. ક્લેશ-ઉદ્વેગ-આદિ માનસિક સંતાપકાળમાં, દુઃખમાં તથા અશાતા. વેદનીયના કાયિક દુઃખમાં જીવને ઝાઝે ભાગે કાળની ખબર પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org