________________
૨૫૪
સૈકાલિક આત્મવિજ્ઞાન દ્રવ્યથી પણ મહાન અને ક્ષેત્ર અર્થાત આકાશથી પણ મહાન તત્ત્વો કાળ અને ભાવ છે. ધર્મક્ષેત્રે કાળનો નાશ કરવા માટે ક્રિયા કરવાની હોય છે. જ્યારે સંસારક્ષેત્રે કાળ વધારવા માટેની ક્રિયા થતી હોય છે.
ભાવ સાચો તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ સાચા દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અંતે તો ભાવમાં જવાનું છે.
દેશ અને કાળ ઉપર વધારે વિગતે સમજવા માટે સ્વામી માધવ તીર્થનું પુસ્તક દેશકાળ જેનું અંગ્રેજી ભાષાંતર 'Time & space' નામે પણ થયું છે એ જિજ્ઞાસુને જો મળે તો જોઈ જવા ભલામણ છે. કેવલજ્ઞાન અને કાળ :
કેવલજ્ઞાન એક જ છે કે એનું એ જ છે. યા તો એવું ને એવું જ છે. જ્યારે એક પછી બીજો ખવાતો કોળિયો એવો ને એવો ખરો પરંતુ એ જ નહિ. નદીનો પ્રવાહ એ જ પણ પાણી એનું એ નહિ. કેવળજ્ઞાન જે સમયે પ્રગટ થયું તે સમયે જે છે, જેવું છે તે જ અને તેવું સમયાંતરે છે. અનંતકાળ પછી અર્થાત સર્વદા એનું એ જ છે.
પરમાત્મ તત્ત્વ દેશ અને કાળથી અતીત છે. પરમાત્મ તત્ત્વ દ્રવ્ય અને ભાવ ઉભયાત્મક છે, એક છે, અભેદ છે. જ્યારે છબસ્થનું દ્રવ્ય (જીવાત્મા) એ દેશ-કાળ-ભાવ આશ્રિત હોવાથી અને દેશ-કાળ પરિવર્તનશીલ હોવાના કારણે તેના દ્રવ્ય અને ભાવ પણ પરિવર્તનશીલ છે. જયારે પરમાત્માના પરમાત્મા તત્ત્વના ક્ષેત્ર અને કાળ અપરિવર્તનશીલ (સ્થિર) હોવાથી તેમના દ્રવ્ય અને ભાવ પણ અપરિવર્તનશીલ (સ્થિર) હોય છે.
કેવલજ્ઞાની કેવલજ્ઞાનને વેદે છે એ સ્વસંવેદરૂપ છે. કેવલજ્ઞાની સ્વસ્વરૂપને વેદે છે, જ્યારે પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કેવલજ્ઞાનમાં દેખાય છે - જણાય છે કેમ કે પ્રતિબિંબિત થાય છે. જેવાં હોય તેવાં અને જેવડાં હોય એવડાં જ અચલ રૂપે આબેહૂબ દેખાય છે તે સિદ્ધ જ્ઞાતા-દષ્ટ ભાવ છે.
કેવલજ્ઞાનીને અનાદિ-અનંત જણાય છે. એક જ સમયે ત્રણે કાળના સર્વ પદાર્થના સર્વ પર્યાયોને એઓ જાણે છે. આ વ્યાખ્યા જે કેવલજ્ઞાનીના કેવલજ્ઞાનને સમજાવવાને માટે કરવામાં આવેલ છે તે છબસ્થની છબસ્થતાની અપેક્ષાએ છદ્મસ્થની સમજણમાં કેવલજ્ઞાનની સમજણ ઉતારવા માટે કરવામાં આવેલી વ્યાખ્યા છે. બાકી તો છઘસ્થથી આકાશ માપી શકાય નહિ, તારા ગણી શકાય નહિ, દરિયો ઠાલવી શકાય નહિ, તેમ કેવલજ્ઞાન સમજી શકાય નહિ. સિવાય કે સ્વયં કેવલજ્ઞાની બને. એ તો માંહી પડ્યા તે માણે એના જેવું છે. કેમકે સ્વસંવેદ્ય છે. ભાવતત્ત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org