________________
કાળનો નિકાલ
૨૪૯
ઘટનાથી (Events) સાદિ-સાન્ત છે. અર્થાત્ જગત સાદિ-સાન્ત પૂર્વક અનાદિ અનન્ત છે. ઉદાહરણ રૂપે...નદીનો પ્રવાહ એનો એ જ પણ પાણી એનું એ નહિ. દીવો એનો એ જ પણ બળી ગયેલું ઘી તેનું તે જ નહિ. આ દૃષ્ટિએ ભક્તજ્ઞાની કવિ સંત મીરાંબાઈએ ઉપરોક્ત પદ દ્વારા કાળની સુંદર સમજ આપણને આપી છે.
‘છે'-છે' અને ‘છે' તે અનાદિ-અનંતને સૂચવે છે જે સંતનો ખરો અર્થ છે. ‘નથી’- છે અને છે એ સાદિ-અનંતને સૂચવે છે, જે સિદ્ધાવસ્થા છે. જ્યારે ‘છે’-‘નથી’ અને ‘નથી’ એ અનાદિ સાન્તને સૂચવે છે, જે સિદ્ધ ભગવંતોનો ભૂત સંસાર પર્યાય છે અને ‘નથી’-‘છે' અને ‘નથી' એ સાદિ સાન્ત વિનાશી પર્યાયોને સૂચવે છે.
ક્ષય થાય. અંત આવે તો કાળ. ક્ષય થતો ન હોય, અક્ષય સ્થિતિ હોય, અંત આવતો ન હોય તો તે અનંત હોય જેને કાળ ન હોય.
છદ્મસ્થ સંસારી જીવની દશા સાદિ સાન્ત, અનિત્ય ને વિનાશી એટલે કે ક્રમિક હોવાથી ભેદરૂપ છે. તેથી કરીને જ કાળના ભૂત - ભવિષ્યને વર્તમાન એવાં ત્રણ વ્યાવહારિક ભેદ પડે છે. અનુત્પન્ન ભવિષ્યકાળ વર્તમાનરૂપે પરિણમીને નષ્ટ થઈ ભૂતકાળરૂપે પરિણમે છે. ભૂતકાળ એટલે નષ્ટ વર્તમાન જેનું સ્મરણ છે પણ અનુભવન કે વેદન નથી. જ્યારે ભવિષ્યકાળ એ અનુત્પન્ન છે અને વર્તમાનકાળ રૂપ બને છે. જેનાં સપનાઁ છે-કલ્પના છે, પણ અનુભવન કે વેદન નથી. અનુભવન-વેદન તો માત્ર વર્તમાન સમયનું હોય છે, ભૂતકાળને ખતમ કરી, ભવિષ્ય ઉદ્યમ-પુરુષાર્થ-વીર્યશક્તિમાં છે. ભવિષ્યના નાશે ભૂતકાળનો નાશ થાય છે. ભવિષ્ય, વર્તમાન બનીને ભૂત બને છે. વર્તમાનકાળનો કર્મબંધ સત્તામાં ભૂતરૂપ બને છે જે ઉદયકાળે વર્તમાનરૂપ બનીને પાછો સત્તામાં બંધરૂપ ભૂતરૂપ બને છે. આમ કર્મબંધના સત્તા-ઉદયરૂપ ચકરવા ચાલુ રહે છે.
પ્રારબ્ધ એટલે ભવિષ્યકાળ જેમાંથી ક્રમિક પર્યાયો થવાના બાકી છે. પુદ્ગલ દ્રવ્યને અનાદિ ભૂતકાળ અને અનંતો ભવિષ્યકાળ છે.
દેહનું જ્યાં ભાન છે ત્યાં કાળ અને ક્ષેત્રના ભેદ છે. દેહનું જ્યાં ભાન નથી ત્યાં કાળ અને ક્ષેત્રનું ય ભાન નથી. ઉદાહરણ તરીકે નિંદ્રા, મૂર્છા, ઘેન, ધ્યાન અને સમાધિ અવસ્થાને લઈ શકાય.
જે દેહને પોતાનો માને નહિ તેને જ્યોતિષ શાસ્ત્ર શું ઉપયોગી ? જેને દેહભાવ લાગુ પડેલ હોય તેને માટે ભવિષ્યકાળ અને જ્યોતિષ શાસ્ત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org