________________
૨૪૮
વૈકાલિક આત્મવિજ્ઞાન
નિંદ્રામાં દુઃખ હોતે છતે દુ:ખની અસર નથી. દુઃખ વેદન નથી. તેવું જ મૂર્છામાં અને ઘેનમાં બને છે.
આથી આગળ સિદ્ધ પરમાત્મા ભગવંતોને અઘાતીકર્મ પણ નથી માટે તેઓને ક્રમિક અવસ્થા પણ હોતી નથી. તેથી તેમને અવસ્થા કે વેદન ઉભય અપેક્ષાએ કાળ નથી. તેઓ સર્વ કાળાતીત-અકાલ છે.
સુખી જીવને ક્રમિક અવસ્થા અંગે કાળ છે અને સુખવેદનની અપેક્ષાએ કાળની અનુભૂતિ ન હોવા છતાં પણ એ સુખનો ય અંત આવે છે ત્યારે દુઃખ આવે છે. એ અપેક્ષાએ સુખને કાળ છે. જ્યારે દુઃખીને અર્થાત્ દુઃખ વેદન કરનાર જીવને તો ક્રમિક અવસ્થા અને દુ:ખવેદન ઉભય પ્રકારે કાળ છે.
જે અદેહી છે તે કાળાતીત-અકાલ છે. જે વિદેહી છે તે કાળ અસરથી મુક્ત છે. માત્ર સદેહી છદ્મસ્થ સંસારી જીવોને કાળની અસર છે. કાળના મુખ્ય ભેદ (૧) અનાદિ-અનન્ત (૨) સાદિ અનન્ત (૩) અનાદિ સાન્ત અને (૪) સાદિ સાન્ત-ચાર છે. આ ચાર મુખ્ય ભેદ સમગ્ર બ્રહ્માંડની રચનાની અપેક્ષાએ ગણાવેલ છે.
જેનો અંત હોય તે અનિત્ય. પછી શરૂઆત હોય તો તે સાદિ સાન્ત જેમ કે પુદ્ગલપર્યાય અને સંસારી જીવોના ભવ પર્યાય અને જો શરૂઆત ન હોય તો અનાદિ સાન્ત જેમ કે સંસારી જીવના અનાદિના ભવભ્રમણનો અંત થઈ શીવ સ્વરૂપ-સિદ્ધ સ્વરૂપ પરિણમન થવું.
તે જ પ્રમાણે જેનો અંત નથી તે નિત્ય છે. પછી તેની શરૂઆત હોય તો તે સાદિ-અનંત જેમ કે સિદ્ધ સ્વરૂપી જીવોની સિદ્ધ થયા બાદ સિદ્ધાવસ્થાની સ્થિતિ અને જેની શરૂઆત ન હોય તો તે અનાદિ-અનંત જેમ કે આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય.
સંત કવિ મીરાંબાઈએ પ્રભુભક્તિમાં ગાયું છે કે..... " મીરાં ને હરિની પ્રીત જગથી પુરાણી..."
આ પદમાં મીરા પરમાત્માને કાળથી અનાદિ-અનંત જુએ છે અને પોતાના આત્માને પણ આત્મા અજરામર અવિનાશી હોવાથી અનાદિ-અનંત જુએ છે. નિત્ય જુએ છે. જ્યારે જગતને સાદિ-સાન્ત ભાવે અનિત્ય જુએ છે. કેમ કે આત્મા અને પરમાત્મા ઉભય સ્વયંભૂ, અનાદિ, અનુત્પન્ન, અવિનાશી છે. જ્યારે જગત વહેણ (પ્રવાહ)થી અનાદિ અનન્ત હોવા છતાં બનાવથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org