________________
૨૪૭
કાળનો નિકાલ
- પર્યાય એ જ સમય છે. સમય માત્રામાં પર્યાય પરિવર્તનને પામે છે. કાળ એટલે પુગલદ્રવ્યમાં થતો સંકોચ-વિસ્તાર, સર્જન-વિસર્જન, સંયોગ-વિયોગ, ઉત્પાદ-વ્યય, ગતિ-સ્થિતિ અને પરિવર્તનતા-પરિભ્રમણતા.
પરિવર્તનતા, પરિભ્રમણતા, ક્રમિકતા, અનિત્યતા એનું જ નામ કાળ.
ક્રમ છે ત્યાં કાળ છે. અક્રમ છે ત્યાં કાળ નથી. ગુણપર્યાય એ કાળ અને ભાવ છે. સંયોગ સંબંધમાં કાળ હોય છે, એ સંયોગ સંબંધ એનું જ નામ કાળ. કાળભેદ :
કાળ ક્યાં હોય ? કાળ કોને લાગુ પડે ? કાળના ભેદ કયાં કયાં ? હવે આ પ્રશ્નોની વિસ્તૃત વિચારણા કરીશું.
જ્યાં વિનાશીતા અને ક્રમ હોય છે ત્યાં કાળ હોય છે. જ્યાં અવિનાશીતા અને અક્રિમકતા હોય છે, ત્યાં કાલાતીતતા અર્થાત્ અકાલ અવસ્થા હોય છે.
કાળને કોઈપણ ઠેકાણે દ્રવ્ય તરીકે લેવું નહિ. કાળ એ અસ્તિકાય જ નથી. છતાં કાળને દ્રવ્ય કહેલ છે તે ઉપચરિત દ્રવ્ય તરીકે ગણાવેલ છે. પારમાર્થિક રીતે કાળ દ્રવ્ય નથી. સંસારીજીવને કાળ એ અધ્યાસ છે. આપણને કર્મજનિત ક્રમિક અવસ્થાઓનું જે વેદન છે તે જ આપણા સંસારી જીવોને માટે કાળ છે. પુદ્ગલદ્રવ્યમાં દ્રવ્યની ક્રમિક અવસ્થાઓ છે, પણ તેને કોઈ વેદનઅનુભૂતિ નથી. વાસ્તવિક તો સંસારી જીવોને પાપના ઉદય અને ઉદયમાં અને સુખમાં પણ ક્રમિક અવસ્થા છે. તેથી ત્યાં પણ કાળ છે અને છતાં ય કાળ ક્યાં વીતી જાય છે એની ખબર પડતી નથી. કાળનો ત્યાં અનુભવ થતો નથી. જ્યારે એથી વિપરીત દુઃખમાં દુઃખની એક ક્ષણ પણ લાખ વર્ષ જેવી લાગે છે. બાકી સુખમાં, સુખના લાખો વર્ષ ક્ષણ જેવાં લાગે છે.
આમ કાળની વ્યાખ્યા બે પ્રકારે થઈ શકે. એક તો ક્રમિકતા છે તે કાળ છે અને બીજું વેદન છે તે કાળ છે. એમાં ય દુઃખ વેદન છે તે કાળ છે.
વિદ્યમાન કેવલિ સર્વજ્ઞ ભગવંતોને અધાતકર્મના ઉદયની ક્રમિક અવસ્થા અંગે કાળ છે. પરંતુ તે અવસ્થામાં કાળ હોવા છતાં વેદન નથી. એ અવસ્થામાં સદા સર્વદા એક સરખો સ્વરૂપાનંદ સહજાનંદ વર્તે છે. આમ અહીં અવસ્થાનિત કાળ હોવા છતાં વેદન જનિત કાળ નથી. આના પૂલ ઉદાહરણમાં નિંદ્રાને ગણાવી શકાય. નિંદ્રાવસ્થાનો કાળ છે પણ નિદ્રિત વ્યક્તિને પોતાને નિંદ્રામાં કાળની ખબર નથી. કાળગણના નથી અને કાળ નથી માટે જ નિંદ્રિત વ્યક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org