________________
૨૫૦
સૈકાલિક આત્મવિજ્ઞાન - જ્યોતિષની કુંડલીના બાર ખાના (સ્થાન)માં પહેલું જ ખાનું દેહ અંગેનું છે. બાકીના અગિયાર ખાનાનું વળગણ અને વિચાર દેહ હોય ત્યાં સુધી દેહભાવ વાળાને દેહ અંગે છે.
અનંતા ભૂતકાળનો વિચાર કરી ભવિષ્યકાળને ખતમ કરવા જેણે માર્ગ અપનાવ્યો છે તે મહાત્મા છે.
દ્રવ્ય મહાન નથી. ક્ષેત્ર મહાન નથી. પરંતુ કાળ મહાન છે. કાળને જીતવો તે અધ્યાત્મ છે. કાળનો કોળિયો કરી જઈ ત્રિકાળ સર્વજ્ઞતાને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આત્મામાં છે. માટે આત્મા મહાન છે, જે આત્મા, મહાત્મા અને પરમાત્મા બની શકે છે.
આપણી આત્માની ક્ષણિક, ક્રમિક, અનિત્ય, વિનશ્વર દશા છે તે કાળ છે.
સિદ્ધ પરમાત્માને કોઈ કાળ નથી. માટે જ અરિહંત સિદ્ધ ભગવંતો આત્મા પરમાત્મા કહેવાય છે. તેઓ ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ છે.
કાળના સમય (કાળનો અવિભાજ્ય નાનામાં નાનો સૂક્ષ્મ એકમ) અનંત છે. અનંત સમયનું જ્ઞાન એક સમય માત્રમાં કેવલજ્ઞાની, અરિહન્ત સિદ્ધ પરમાત્માને છે. કેવલજ્ઞાનનો સમય એક છે.
આપણા છદ્મસ્થના જીવન ઉપર ભવિષ્યના ચક્રો, કાળચક્રો પસાર થવાના હોય છે તેથી જ ભવિષ્યની ચિંતા-ભય આદિ હોય છે.
અત્રે સમયની વાત નીકળી છે તો તે વિષે પણ સમજી લઈએ કે સમય શું છે ? કાળની ગણના માટે કાળના વિભાગ કરવામાં આવ્યા છે. વર્તમાનમાં આપણી સ્કૂલ ગણનામાં કાળનો નાનામાં નાનો અંશ એકમ તે સેકન્ડ છે. જે સેકન્ડનું પણ વિભાજન કરીને વર્તમાનમાં અવકાશયાનને અવકાશમાં તરતા મૂકવા માટેના વિજ્ઞાને નેનો સેકન્ડના એકમથી કાળની ગણતરી કરવા માંડી છે. જે એક નેનો સેકન્ડ આપણી સેકન્ડનો એક લાખ અબજમો ભાગ જેટલો સૂક્ષ્મ છે. જૈનદર્શને તેથી ય આગળ સૂક્ષ્મ વિચારણા કરી કાળના નાનામાં નાના અવિભાજ્ય એકમને “સમય” તરીકે ઓળખાવેલ છે. જે “સમય” ની જાણ માત્ર કેવલિ ભગવંતોને જ છે. એની સમજ આપણા છઘ0ની પહોંચની બહાર છે.
એક સમય, એક પુગલ પરમાણુ અને ચૈતન્યરૂપ જીવનું ક્ષણિક મન એટલે કે ચિશક્તિ આ ત્રણેય તત્ત્વ જો સમજાઈ જાય તો સમસ્ત જગત સમજાઈ જાય. આ ત્રણેને એક માત્ર કેવલિ સર્વજ્ઞ ભગવંતો જ જાણી ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org