________________
૨૫૧
કાળનો નિકાલ સમજી શકે છે. સમસ્ત જગત આ ત્રણેનો વિસ્તાર છે. આપણો વ્યવહાર અસંખ્ય સમયનો છે જેનો વિસ્તાર અનંત (Infinity) છે.
કાળના ભેદ છે તે ક્રમના છે જે સમય, પળ, વિપળ, ઘડી, પહોર, દિવસ, રાત્રી, અહોગત્રી, સપ્તાહ, પખવાડિયું, માસ, વર્ષ, યુગ, આદિ એકમોમાં વહેંચાયેલ છે. વર્તમાનનો આપણો વ્યવહાર સેકન્ડ, મિનિટ, કલાક આદિ એકમોથી છે.
ભવિષ્યની વાતો કરવાનો અધિકાર જેને ભવિષ્યનું જ્ઞાન હોય તેને છે. જે ભવિષ્ય જોઈ ન શકે તેને ભવિષ્યની વાતો કરવાનો કોઈ અધિકાર નથી. તેણે તો પુરુષાર્થ જ કરવો જોઈએ.
જ્યોતિષ એટલે જ્યોતિ + ઇશ અર્થાત જે પ્રકાશનો ઈશ્વર છે. એ એકમાત્ર કેવલિ ભગવંતો જ છે.
વર્તમાનકાળની આપણી કરણી આપણું ભાવિ ઘડે છે. માટે આપણો અધિકાર વર્તમાનમાં સારી કરણી કરવાનો પુરુષાર્થ ખેડવાનો છે. તે જ પ્રારબ્ધઉક્વલ ભાવિ આપણા પુરુષાર્થના ચરણમાં આળોટવા આવશે. માટે જ શાસ્ત્રકાર પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે
" બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ ! "
ધર્મ એટલે ભવિષ્યકાળનો નાશ કરવો તે. અર્થાત ભવોને ટાળવા. ભવોનો અંત લાવવો. ભવાંત કરવો. ભવચક્રમાંથી છૂટવું. ભાવિનો અંત લાવવો એટલે કે અજન્મા-અદેહી બનવું. માટે જ સાધુ ભગવંતો " વર્તમાન જોગ", " અવસરે" આદિ યથાયોગ્ય (Appropriate) શબ્દનો પ્રયોગ પોતાના રોજબરોજના વ્યવહારમાં કરે છે. ધર્મરાજા યુધિષ્ઠરના જીવનમાં બનેલ પ્રસંગ અહીં ખૂબ બોધદાયક છે.
ધર્મ એટલે એવો સુજ્ઞજન કે જેને એક સમય પછી શું થવાનું છે એની ખબર નથી. એટલે ભાવિમાં શું બનવાનું છે તેની પરવા નથી. પરંતુ ભાવિની ખબર નથી માટે વર્તમાનમાં ખબરદાર (સાવધાન-જાગૃત) રહીને વર્તમાન સમયનો સદુપયોગ કરી લે છે જેથી ભાવિની તેને લેશમાત્ર ચિંતા રહેતી નથી.
ધર્મી એટલે આત્મામાં રહેવું. આત્મામાં વાસ્તવિક દેશ-કાળ છે નહિ.
વર્તમાનકાળ સ્વનો એટલે કે પોતાનો છે. જ્યારે ભૂત અને ભવિષ્યકાળ પર છે. ભૂતકાળ નષ્ટ છે. જ્યારે ભવિષ્યકાળ અનુત્પન્ન અગમ અગોચર છે. વર્તમાનકાળ આપણા હાથમાં છે. એને જો સુધારીશું તો ભવિષ્યકાળ જે અનુત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org