________________
૧૯, કાળનો નિકાલ
અનાદિ-અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ, સચ્ચિદાનંદ સ્વરૂપી સત્ એવો આત્મા અસત્ એવા કાળના ચક્રાવામાં ઘેરાઈ જઈ પોતાના મૂળ સ્વરૂપને ખોઈ બેઠો છે, એ જ કાળની મોટી મોકાણ છે, જેણે આનંદ સ્વરૂપી આત્માને દુઃખી કરી મૂક્યો છે, વિનાશી કરી મૂક્યો છે અને ભટકતો કરી મૂક્યો છે.
કાળ છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય હોવા છતાં તે અસ્તિકાય નથી. અર્થાત્ કાળનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહિ. કાળ તો કેવળ કલ્પના છે.
એવા એ કાળ વિષે વિચારણા કરવા પૂર્વે કાળ શું છે ? તે આપણે કાળ વિશેની જુદી જુદી વ્યાખ્યાઓથી સ્પષ્ટ કરીશું. કાળ - વ્યાખ્યા :
છ " વર્તના પરિણામક્રિયા પરા-પરત્વે ચ કાલસ્ય "
વર્તના એટલે પાંચે ય અસ્તિકામાં થતી અર્થક્રિયા કે જેને કાળ કહેવાય છે. ટૂંકમાં જીવ-અજીવ (પુગલ પ્રધાન)ના પર્યાયનું નામ જ કાળ છે.
જીવ-અજીવના અર્થક્રિયાકારીના અર્થમાં જે ભાવો છે એનું નામ જ કાળ છે.
વધારે સ્પષ્ટતા કરીએ તો પુદ્ગલ દ્રવ્યના જે પર્યાયો છે તે કાળ છે, જે અનિત્ય છે. તેમ સંસારી જીવમાં જે કર્તા-ભોક્તા ભાવ છે તે કાળ છે અને તે અનિત્ય છે.
જીવને જે કાળાધ્યાસ અર્થાત્ કાળનો ભ્રમ-આભાસ છે તેનું નામ કાળ છે.
જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ પાંચે અસ્તિકાય ભેગાં મળીને જે જગત બનાવે છે અને ચલાવે છે તે જગતનો પ્રવાહ કાળ છે.
કાળ એ અપ્રદેશ છે. જ્યારે પાંચે અસ્તિકાય સપ્રદેશ છે. કાળ અપ્રદેશી છે, એટલે કાળ એ દ્રવ્ય નથી, આપણા પોતાના કર્તા-ભોક્તા ભાવ જ કાળરૂપ છે.
આપણા સંસારી જીવોનો જે ભોક્તાભાવ અર્થાત્ લાગણીભાવ છે એ જ કાળ છે. આપણો કર્તાભાવ કાળ નથી. પ્રતિ સમયે આપણે આપણા ઉપયોગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org