________________
૨૪૦
સૈકાલિક આત્મવિજ્ઞાન અજ્ઞાન તમીરાંધાનમ જ્ઞાનાંજન શલાકા,
નેત્રમુમ્મિલિતમ્ યેન તન્મે શ્રી ગુરુવૈ નમ:. “મોક્ષ મૂલ ગુરુકૃપા.” આમ કેમ ? દેવકૃપા કેમ નહિ ?
દેવ વીતરાગ સ્વરૂપ હોવાથી આપણે ગમે એવા અવળચંડા-વક્રબુદ્ધિજડબુદ્ધિ હોવા છતાં તેઓ શિક્ષા ન કરી સકે. ભગવાન વીતરાગ હોવાથી આપણે એમનાથી ડરીએ પણ નહિ. પરંતુ ગુરુ છદ્મસ્થ હોય, પૂર્ણ પરમાત્માવીતરાગ બન્યા ન હોય, ત્યાં સુધી શિષ્યને સુધારવા માટે જે કાંઈ તત્ત્વ કે શક્તિ જોઈએ તે તેનામાં હોય છે, જે આપણને સુધારવામાં ખર્ચ અને આપણે સુધરીએ માટે આપણી જાતને સંપૂર્ણ સુધારવા માટે ગુરુની કૃપા મેળવવી જ જોઈએ. જેમ ડૉક્ટર આપણા શરીરના ભયંકર રોગને ઓપરેશન કરી નીરોગી બનાવે તેમ અવસરે વાયણા, ચોયણા, પડિચોયણાદિ કરીને ગુરુ પણ આપણો ભવરોગ મટાડી આત્માની નીરોગીતા પરમાત્મસ્વરૂપ આપણને બનાવે. “પારકી મા કાન વીંધે” અને “સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમ ધમ... તે આ જ સંદર્ભમાં કહેવાયેલ છે.
હવે સંસારના વહેવારમાં જેમ ગુરુ શબ્દ છે તેમ આપણા દેહ સંબંધ જેટલી જેટલી સગાઈએ આપણા જે વડીલો-મુરબ્બીઓ હોય, બીજી રીતે આપણા સંબંધમાં આવનારા ગામના-આડોશ પાડોશના જે કોઈ આપણાથી મોટી ઉંમરના હોય તેઓને આપણે દાદા-કાકા-આપા-બાપા આદિ શબ્દોથી સંબોધીએ છીએ તેવા તે મુરબ્બીઓ પણ ગુરુજન કહેવાય. તેઓ બધાની સાથે આપણે કૌટુંબિક ભાવ રાખી આપણા સ્વજન માની સેવા કરવી જોઈએ. આ જ તો મનુષ્યયોનિમાંનો “વસુધવ કુટુંબકમ્' નો ભાવ છે. આ રીતે ગુરુજન અને ગુરુ એ બે શબ્દોના અર્થઘટનમાં ભેદ છે. ગુરુને ગુરુજન ન કહેવાય. ગુરુજનને મુરબ્બી વડિલ મોટેરાં કહેવાય ! ધર્મતત્વ :
ધર્મ તત્ત્વની વ્યાખ્યા કરતાં પહેલાં આપણે અધર્મને સમજીએ. કારણ કે ઘણી વ્યક્તિઓ પૂછે છે કે આટલા બધા નામે ધર્મ ચાલે છે તો કયો ધર્મ સાચો ? કારણકે દરેકના ધર્મમાં કાંઈક ને કાંઈક વિવિધતા દેખાય છે. પરંતુ એકતા તો કાંઈ જણાતી નથી. એટલે આપણને ધર્મ કરવાની ઈચ્છા થાય તો મહા મૂંઝવણ થાય છે.
તેની સામે અમને પણ પ્રશ્ન થાય છે કે ભાઈ તને ધર્મ કરવાની ઇચ્છા કેમ થઈ? તને દવા ને ડૉક્ટરની ઈચ્છા ક્યારે થાય ? તો હેજે જવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org