________________
ધર્મત્રયી-તત્ત્વત્રથી
૨૪૧ આપશો કે અમને દર્દ છે ને તે દર્દની પીડા છે માટે તેના નિવારણ અંગે આરોગ્ય માટે ડૉક્ટર અને દવાની ઇચ્છા રહે છે. તો પછી ધર્મની જરૂર કોને પડે ? ધર્મની જરૂર છે. ધર્મનો ખપ છે એ જ બતાડે છે કે કાંઈક ને કાંઈક અધર્મ પડ્યો છે તેને કાઢવા માટે ધર્મનો ખ૫ પડ્યો છે.
પહેલાં તો મારી પાસે જે હોય તે મને અનુભવ પ્રત્યક્ષ હોય. તો પછી મારી પાસે જે હોય તેની જ મારે પહેલાં તો તપાસ કરવી જોઈએ, કે જે નથી તેની તપાસ કરવી જોઈએ ?
આશ્ચર્યની વાત તો ભલા માણસ એ છે કે કોઈ માણસ ધર્મ કરવા માટે ઠેર ઠેર રખડ્યા પછી નિરાશ થઈને એમ પણ નથી બોલ્યો કે ધર્મ તો ક્યાંય દેખાતો નથી. કેમ કે આટલા બધાં ભેદોમાં કોને ધર્મ કહેવો અને કયો સાચો ધર્મ ?
તો ચાલો ત્યારે હવે ધર્મ ન મળ્યો તો કાંઈ નહિ ! અધર્મને તો શોધીએ! જે મળી જાય તો ય સદ્ભાગ્ય !
આ પ્રશ્નનું નિરાકરણ એ જ છે કે આપણા બધાના પાસેથી અનાદિકાળથી અધર્મ તો છે જ ! ધર્મના વડા અને સંપ્રદાય ભલે હોય ! અધર્મના કોઈ વડા કે સંપ્રદાય નથી. જે સહુની પાસે એક સરખું હોય તેના વડા કે સંપ્રદાય નહિ હોય તમે કહેશો, “અરે ભાઈ ! આવી વાત શું કરો છો ? શું બધાની પાસે અધર્મ છે ?
તો ભાઈ ! હવે બધાની પાસે અધર્મ હોવાની જે નિશાની છે તે તું સાંભળ અને વિચાર કર.
આ વિશ્વમાં રાંકથી માંડીને રાજા સુધીના જીવોમાં ત્રણ પ્રકારના દુઃખોમાંથી કોઈ બચેલું નથી. આ ત્રણ પ્રકારના દુઃખના નામ છે આધિદૈવિક-આધિભૌતિક ને આધ્યાત્મિક. આ માટેના બીજા શબ્દો છે આધિ-વ્યાધિ ને ઉપાધિ. આ દુઃખોને ત્રિવિધ તાપ કહેવાય છે. હવે એ શબ્દોના અર્થ કરીએ.
આધિ દૈવિક દુઃખ એટલે દૈવી અથવા કુદરતી કોપ.
આશ્ચર્યની વાત છે કે સમગ્ર મનુષ્ય સૃષ્ટિ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વિના જીવી શકતી નથી, અને એ અવિકસિત જીવયોનિ હોય તેની સામે મનુષ્યયોનિ કેટલી શક્તિશાળી છે. છતાં કાળના કાળ સુધી યુગોના યુગો સુધી આનો ભોગ કરીએ છીએ. પરંતુ કોઈપણ એક તત્વ કોપાયમાન થાય તો ગમે તેવી શક્તિ ધરાવનાર મોટા માનવ સમુદાયનો પળવારમાં નાશ કરી દે છે. પૃથ્વી તત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org