________________
૨૩૮
સૈકાલિક આત્મવિજ્ઞાન પ્રશ્ન એ ઊઠે છે કે આષાઢ મહિનામાં જ કેમ ? આપણું આર્યાવર્તક્ષેત્ર જ્યોતિષ ચક્રના દેવોની નીચેના ક્ષેત્રે રહેલ છે. જે જ્યોતિષચક્રમાં નવ ગ્રહ રહેલ છે. એમાં સૂર્ય પ્રધાન છે. અષાઢ માસમાં સૂર્ય મિથુન રાશિમાં આવે છે અને મિથુનરાશિનો અધિપતિ બુધ છે. બુધ એ બુદ્ધિનો અધિપતિ છે. ગુરુનું જીવન બુદ્ધિપ્રધાન છે ને ગુરુનું જ્ઞાનદાન બુદ્ધિને સતેજ ને સદ્ગદ્ધિ બનાવવા માટે છે. આમ ગુરુપૂર્ણિમાનું સુંદર તાર્કિક આયોજન કરેલ છે.
આ વાત તો આપણે સદ્ગુરુ-સુગુરુની કરી. પરંતુ ગુરુની જાત માત્ર આવી જ હોય એવો કોઈનો અનુભવ નથી. તો જે વ્યક્તિ ગુરુનો લેખ લઈ પેટભરા થઈ, ઈન્દ્રિયગામી થઈ, પોતાની આવડત ને માયા ભાવથી ગોરખધંધા ચલાવે અને વ્યક્તિના ધન, તન ને મનને લૂટે તેવા ગુરુને “કુ' ગુરુ કહેવાય.
હવે ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ ગુરુના અર્થાત્ ગુરુ શબ્દના અર્થની વિચારણા કરીએ.
ગુ = અંધકાર. ૩ = સંધન અજ્ઞાનરૂપી અંધકારનું જે સંધન કરે તેનું નામ ગુરુ!
આપણા અજ્ઞાનભાવને કારણે આપણી માનવતા ભૂલી જે મિથ્યા આચરણ આપણે કરીએ તેમાંથી જે બચાવે તેનું નામ ગુરુ !
ગુરુભાવે ગુરુ શબ્દની વ્યુત્પત્તિ ગુ અને રુ - ગુ + ૨ અક્ષરો મળીને થયેલ છે. એની પાછળ પણ મહાન રહસ્ય છુપાયેલ છે. ગુરુ એ પરમાત્માનો પ્રતિનિધિ છે. એ પરમાત્માના સ્વરૂપને ઓળખાવનારા જે શબ્દો છે તેમાં રહેલાં અક્ષરોને જોડીને “ગુરુ' શબ્દની વ્યુત્પત્તિ થયેલ છે. પરમાત્માનું સ્વરૂપ ગુણાતીત અને રૂપાતીત છે. તે બે સ્વરૂપને કહેનારા શબ્દોના પ્રથમાક્ષરોના સંયોજનમાંથી “ગુરુ' શબ્દ ઉદ્ભવ્યો છે.
આ આખું વિશ્વ નામરૂપ છે. ગુણદોષના પણ નામરૂપ છે. તો પહેલાં - ગુણ ત્રણ પ્રકારે છે. તામસગુણ-રાજસગુણ ને સાત્ત્વિકગુણ. તામસ અને રાજસ ગુણ અકરણીય છે-વર્ય છે-હેય છે. સાત્વિકભાવ એ પરમ આદરણીય ભાવ છે. એ ઉપાદેય છે. ગુણાતીતમાં ત્રણે ગુણ રહિત પરમાત્મા છે. તો પછી આદરણીય એવાં સાત્ત્વિક ગુણ રહિત પરમાત્મા કેમ હોઈ શકે ? એવી શંકા ઉદ્દભવે તો આ ત્રણ ભાવમાં સમાનતા ને અસમાનતા છે તેનો વિચાર કરીએ.
રાજસ ભાવ વડે જીવ એશ-આરામ, વૈભવ વિલાસનો ભોગી બની સત્યને પામી નહિ શકે. કદાચ તો રાજસભાવની પરાકાષ્ટાએ તો તે માનવતા ચૂકી તામસભાવમાં સરી પડે અને દુઃખી થાય, ત્યારે તામસભાવવાળો જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org