________________
૨૩૬
સૈકાલિક આત્મવિજ્ઞાન ચૈતન્ય અને અવિનાશી આનંદરૂપ છે. અગાઉ જણાવ્યા મુજબ “સચ્ચિદાનંદ છે. એટલે જ સ્વપ્રતિ જીવે આવા ભાવો ન કરવા તે તેનો દૃષ્ટિ અધર્મ અને ભાવ અધર્મ છે. બલ્ક તેથી વિરુદ્ધ આવો ભાવ જડ એવાં પુદ્ગલ પ્રત્યે કરવો તે તેનો બેવડો અધર્મ છે. આનું જ નામ મિથ્યાત્વ !
છતાં લોક ભોગ્ય, સરળ સમજૂતી ધર્મ ને અધર્મની આપવી હોય તો એમ ટૂંકમાં કહી શકાય કે..
પોતાની જ અનુકૂળતાનો વિચાર કરી, સંબંધમાં આવનાર સહુને પ્રતિકૂળ બની જીવવું તે અધર્મ !
જ્યારે કોઈને પણ લેશ માત્ર પ્રતિકૂળ થઈને જીવવું નહિ તે ધર્મ ! અર્થાત્ તેનું જ નામ સંયમ !
સર્વને અનુકૂળ થઈને જીવવું તેનું નામ સેવા !
જ્યારે સહુને પ્રતિકૂળ થઈને જીવવું તે ઉપદ્રવ ! જડ વસ્તુમાં કર્તા ભાવ એટલે અહં ને મમત્વ ! અહં એટલે શું ?
પુદ્ગલની બનેલી ભોગ સામગ્રીઓ “મારી છે અને હું એ ભોગસામગ્રીનો માલિક છું.
મોટર-બંગલા “મારા' છે અને હું મોટર-બંગલાનો માલિક છું.
મારું” એ મમત્વ અને “હું” માલિક એ અહં ! પુત્ર પરિવાર મારો એ મમત્વ અને “હું બાપ” એ અહં. પત્ની મારી એ મમત્વ અને “હું એનો પતિ એ અહં. વીતેષણા-દારેષણા-પુત્રેષણા ને લોકેષણા એ અહં ! લોક મારે આશ્રિત ને હું લોકનાયક એ અહં. પ્રજા મારી આશ્રિત ને હું પ્રજાનો રાજા એ મમત્વને અહં છે.
આવા મમત્વના-આસક્તિના ને હું કાર-અહંકારના ભાવોને અંગે આપણને દેહ-તનને મનનું સુખ જ જોઈએ છે. જે બાહ્ય જડ પદાર્થ ને બીજા જીવો સાથે કંઈક પણ ક્રિયા સંબંધ કર્યા વિના મળી શકતું નથી. આવી એ ક્રિયાને છતાં ય એવાં એ ગુરુને પણ દેહ છે ને તે દેહની વ્યવસ્થાદેહધર્મને અંગે આવશ્યકતાઓ પણ છે. તેની વ્યવસ્થા જરૂરી છે. એથી જ આપણા આર્યદેખા આર્યપુરુષો-ઋષિ-મહર્ષિઓએ આર્યપ્રજા માટે નિયમો બાંધી આપ્યા... કે દેવમંદિરમાં દેવ પાસે દેવગૃહે, ને ગુરુ પાસે ગુરુપદે કદી ખાલી હાથે જવું નહિ. પોતાની શક્તિ અનુસાર ગુરુની સેવારૂપે, બહુમાનરૂપે, આદર સત્કાર રૂપે, સન્માન રૂપે કાંઈક ને કાંઈક સામગ્રી લઈને જવું જોઈએ. આ રીતે ગુરુનો આદર પણ સચવાય, ગુરુના જીવનની વ્યવસ્થા બરોબર જળવાઈ રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org