________________
ધર્મત્રયી-તત્ત્વત્રયી
૨૩૫
તો હવે જોવાનું એ રહ્યું કે આવા મહાન ગુરુપદને શોભાવનારા ગુરુની જીવનવ્યવસ્થા માટે આર્યપુરુષોએ શું વ્યવસ્થા કરી ?
ધર્મગુરુઓ હંમેશ નિર્દભ, નિર્લોભ, નિર્મોહી ને નિષ્કામ હોવા સાથે શક્ય તેટલા નિરાવલંબી હોવા જોઈએ.
અનાદિકાળથી જીવે જડ એવા દેહને પોતાનો માનેલ છે. દેહમાં સ્વરૂપબુદ્ધિ આરોપી છે તેજ મૂળમાં રહેલ અધર્મ છે. આત્મામાં આત્મબુદ્ધિ જે આત્માનું પરમાત્મ સ્વરૂપ છે, એમાં સ્વરૂપબુદ્ધિ ન કરતાં, જે જાતિથી ૫૨ છે, જડ છે, વિજાતિય છે, એવાં પુદ્ગલના-પંચભૂતના બનેલા દેહમાં સ્વરૂપબુદ્ધિ જે જીવ કરે છે તે જ તેના અધર્મની શરૂઆત છે. આને જ મિથ્યાભાવ, મૂઢતા અર્થાત્ અવિવેક કહેવાય છે.
સ્વરૂપ એટલે શું ? આપણા આત્માનું સાચું-ખરું મૂળ સ્વરૂપ, સત્ એટલે અવિનાશી; ચિત એટલે પ્રકાશ અર્થાત્ સ્ફૂર્તિ અને આ બે અવસ્થાઓનું વેદન અનંત આનંદરસરૂપ છે એ આનંદ છે ! આત્માને એના આ ત્રિવિધ સ્વરૂપને કહેનારા શબ્દોના સંયોજનથી બનેલો શબ્દ ‘સચ્ચિદાનંદ’ સ્વરૂપ કહેવામાં આવે છે. આત્મા અવિરત એના આ સ્વરૂપની શોધમાં છે. પરંતુ આત્માની-જીવની અવળાઈ એ છે કે જે પદાર્થોમાં આ ભાવો નથી તેવા પદાર્થમાં એને શોધે છે અને ત્યાં તે ન મળતાં દુઃખી થાય છે. કયા પદાર્થોમાંથી આવા ભાવો આવશે ? જડ એવાં પુદ્ગલદ્રવ્યોમાં વિનાશી ભાવો છે. તે આપણે આપણા સ્વયંના ચક્ષુથી પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ આપણી વૃત્તિ ને પ્રવૃત્તિને કે....
ન
દૃશ્ય જગતમાં જે પદાર્થનો આપણે ભોગ કરીએ છીએ, જે પદાર્થને આપણે ઉત્પન્ન કરીએ છીએ, તે બધા જ પદાર્થોને એકબીજા સાથે મિશ્રિત કરી સમગ્ર વિશ્વમાં આપણે માત્ર એક ટુકડારૂપ બનાવીએ છીએ અને ઉત્પન્ન કરીએ છીએ. જેમાં આપણો કર્તાભાવ નિરંતર સ્મૃતિ ને ક્રિયારૂપ બન્યો જ રહે છે, અને ઉત્પાદિત પદાર્થો ટળ્યા વિના, સડ્યા વિના, બગડ્યા વિના રહેતા નથી. તો જડ પદાર્થો પ્રત્યે આપણે દૃષ્ટિ ને ભાવ કેવા રાખવા ? જેવું દૃષ્ટિનું સ્વરૂપ છે તેવા ભાવ રાખવા તેનું નામ દૃષ્ટિધર્મ અને ભાવધર્મ અને તે દૃષ્ટિ ને ભાવ અનુસાર જે વર્તન કરીએ તે ચારિત્રધર્મ - આચારધર્મ.
જડ એ જાતિ પર છે, વિજાતિય છે અને દશાથી તે અનિત્ય છે. જે જીવના સ્વરૂપથી વિરુદ્ધ છે - વિપરીત છે. જ્યારે જીવનું રૂપ અર્થાત્ સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org