________________
ધર્મત્રયી-તત્વત્રયી
૨૩૭ અને જ્ઞાનનો વ્યાપાર ન થતાં તેનો પ્રવાહ સહુ કોઈ માટે અવિરત ચાલુ રહે. જ્ઞાનપિપાસુ છાત્રો-વિદ્યાર્થીઓને ગુરુઆજ્ઞામાં ગુરુસેવામાં ગુરુવાસમાં રહી જ્ઞાન પ્રાપ્ત કરવાનું ફરમાન કર્યું, અને તેવી વ્યવસ્થા આર્યાવર્તમાં તે સમયમાં વિદ્યમાન હતી. અરે ! જ્ઞાનના વ્યાપારની વાત તો બાજુએ રહી જો શિષ્ટગણ તરફથી ખપથી અધિક મળી જતું તો ભવિષ્યકાળની ચિંતા કર્યા વિના માત્ર પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખીને જે કાંઈ વધારે મળ્યું હોય તેનું પણ તેઓ અભાવવાળાને દાન દઈ દેતાં. અહો ! આ ગુરુપદ કેવું ઊંચું હશે
આ તો વાત માત્ર થઈ ગુરુપદની. પરંતુ દેહરોગથી પીડાતા દર્દીઓ અને મનથી પીડાતા જીવોને વૈદ્યો અને જ્યોતિષિઓનો પણ આશરો લેવો પડતો હોય છે. તો આર્યપુરુષોએ એનો ય વિચાર કરી આ રીતે તન મનના વ્યાધિથી પીડાતા જીવોની એ વ્યવસ્થા કરી કે વૈદ્ય દેહસેવા-સુશ્રુષા નિશુલ્ક કરવી અને જ્યોતિષિએ જ્યોતિષના આધારે જપ, જાપ ત્યાગ આદિના શાંતિ થાય તેવાં ઉપાયો બતાડવા. આ વૈદ્ય-જ્યોતિષીના જીવનનિર્વાહનો પણ પ્રશ્ન થાય તો તે અંગે પણ એ આર્ષદૃષ્ટા આર્યો એ ફરમાન કર્યું કે વૈદ્ય ને જ્યોતિષી પાસે પણ ખાલી હાથે જવું નહિ.
- ઉપરોક્ત વિચારણાથી એવું જણાય છે કે મનુષ્ય યોનિ, જેવી ઊંચી યોનિ છે એવું જ એનું ઊંચું સૌંદર્ય આવી જાતની ઉદાર ને ઉમદા સમાજ વ્યવસ્થાથી મળી શકે છે. આજે તો આ પરંપરા લુપ્ત થઈ ગઈ છે કેમ કે કાળાંતરે તેમાં વિકૃતિ આવી ગઈ છે. ઉદાત્ત ભાવના વિસરાઈ ગઈ છે ને માનવીના મન સંકુચિત ને કલુષિત થઈ ગયાં છે. આજે તો શિષ્ય કહે એમ ગુરુએ કરવું પડે છે. ગુરુએ ગુરુ પદ ગુમાવ્યું છે, અને શિષ્યોએ સાચી વિદ્યા ગુમાવી દીધી છે. વૈદ્યોએ ડૉક્ટરોનું રૂપ ધારણ કર્યું છે અને દવાખાનાના સ્વરૂપમાં હાટકી માંડીને બેઠાં છે. જ્યોતિષીઓ પોતાની વિદ્યા જ ગુમાવી દીધી છે. અને જે કાંઈ જાણકારી અધકચરી રહી છે તેનાથી પેટ ભરવાનો ધંધો કરી રહ્યાં છે.
જેવી રીતે દેવોના જન્મ દિવસો આપણા માટે મહોત્સવના ગણાય છે, તેવી રીતે ગુરુ માટે તેનો ઉપકાર કદિ ન ભુલાય ને જેનો બદલો તો કદિ વાળી જ ન શકાય એવા બધાંય ગુરુઓ માટે એક ગુરુપૂર્ણિમાના દિવસનું પણ આયોજન એ આર્ષદ્રષ્ટાઓએ કર્યું. જે દિવસે એટલે કે અષાઢ સુદિ પૂર્ણિમાનાગુરુપૂર્ણિમાના દિવસે જે શિષ્ય જેટલાં ગુરુ કર્યા હોય તેટલા પાસે જઈને યથાશક્તિ તે સર્વ ગુરુ પાસે જઈ આદર બહુમાન પૂર્વક ગુરુદક્ષિણા ધરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org