________________
ધર્મત્રયી-તત્ત્વત્રયી
ધર્મના નામે કોઈપણ સંપ્રદાય ચલાવનારા ધર્મગુરુ • અક્ષરજ્ઞાન આપનારા વિદ્યાગુરુ.
♦ અનેક પ્રકારની કલા શીખવનારા કલાગુરુ. ♦ તદ્ઉપરાંત સંયમી, તપસ્વી, યોગી, જ્ઞાની ને ધ્યાની ગુરુ આમ અનેક વ્યક્તિઓને ગુરુ શબ્દથી સંબોધન કરવું પડે છે. હવે આમાં સુગુરુ અને કુગુરુ કોને કહેવાય ?
આપણા આર્યદેશમાં જીવન વ્યવહારની એવી તો સુંદર વ્યવસ્થા હતી કે જ્ઞાન-બુદ્ધિ-વિવેક ગુણને ખીલવવા ને કેળવવા માટે જીવોને જે કાંઈ આપવામાં આવતું હતું તે સઘળું ય નિઃશુલ્ક દાનના વિદ્યાદાનના રૂપમાં આપવામાં આવતું હતું. એ આપણા આર્યદેશની સર્વ જીવો પ્રત્યેની કેવી ઉદાર ને ઉમદા જીવન વ્યવસ્થા હતી!
૨૩૩
હવે પ્રશ્ન એ જાગે કે આવી રીતે આવું વિદ્યાદાન-જ્ઞાનદાન આપનાર વ્યક્તિઓને પણ પોતાનું શરીર હોવાના અંગે શરીરની વ્યવસ્થાનો પ્રશ્ન તો ઉકેલવાનો રહે જ. તો તેનું કેમ ?
એક ભિખારીને દાન આપીએ તો તે તેના શરીર સંબંધી જોઈતી આવશ્યકતાની પૂર્તિરૂપ દાન છે. જેનાથી તેના શરીર સંબંધીનો પ્રશ્ન ઉકેલાઈ જાય છે અને બદલામાં દાતાને એણે કાંઈ આપવાનું હોતું નથી કેમકે એની પાસે આપવા જેવું કાંઈ હોતું નથી. એવું નિમ્નકક્ષાનું જીવન તે ભિખારીનુંદરિદ્રીનું હોય છે.
મનુષ્યયોનિમાં જીવોમાં પ્રત્યેક જીવો શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ વડે જીવે છે. એમાં બુદ્ધિ એ આપણા જીવનનો ઘણા ઉચ્ચ સ્તરનો વિભાગ છે. અથવા તો કહો કે બુદ્ધિ એ આપણા જીવનનું સર્વસ્વ છે. બુદ્ધિના બગાડાએ આપણા જીવનના નીચેનાં બધાં જ સ્તરો બગડે છે. જેથી જીવ જીવનથી ભ્રષ્ટ થઈ દુ:ખી થાય છે.
આ જગતમાં ગુરુપદની સ્થાપના બુદ્ધિ જેવા ઊંચા સ્તરનું કિંમતી એવું અમૂલ્ય તત્વ છે, તેને ઊંચી કક્ષાએ લઈ જવા માટે ને ઊંચા સ્તરે રાખવા માટે છે. ગુરુપદની પરમ આવશ્યકતા છે. એટલે એ ગુરુપદ ઘણા ઊંચા સ્તરનું છે.
મનુષ્યયોનિનું જગત અનાદિકાળના સંસ્કારોથી ચાલે છે. એ સંસ્કાર બે પ્રકારના હોય છે. સારા ને નરસા,
રાજા રાજ ચલાવે છે એમાં રાજ્યની વ્યવસ્થા માટે સજ્જનો દુર્જનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org