________________
૨૩૨
સૈકાલિક આત્મવિજ્ઞાન કરે તો તેની તે આસક્તિ છે. પરંતુ તેણે તો ઉપાસ્ય તત્ત્વ પાસે માંગ એ કરવી જોઈએ કે તેને તે કર્મયોગી જ રાખે.
ઉપાસ્ય તત્ત્વ શક્તિશાળી તો હોય જ કે જેની શક્તિની સામે લાખો લોકો પડકાર ફેંકે તો ય એને આંબી ન શકે. એવા શક્તિશાળી તત્ત્વો પણ નીચી કક્ષાના હોઈ શકે છે. જેવાં કે પોતાની શક્તિથી સંસારમાં રહેલાં જીવો જેને પૂર્વભવનાં વેરને કારણે વળગી અનેક પ્રકારે દુઃખી કરે અને જીવના ભોગ ને બલિદાન માંગે. એવા શક્તિશાળી દિવ્ય શક્તિને પ્રાપ્ત કરી પોતે દેવ યોનિમાં હોય, દેવ કહેવાતા હોય તો ય એવાં દેવયોનિમાંના દેવને કુદેવ કહેવાય. જે ઉપદ્રવી દેવ હોય છે.
આવા દેવ જેને કુદેવ કહેવાય એને કોઈ ચાહતું નથી. એના પ્રત્યે કોઈ માન ધરાવતું નથી. આપણી લાચારીથી નિર્બળતાએ એવા દેવને વશ થવું પડે તો તે સેવા, ભક્તિ કે પૂજા નથી. આ રીતે આવા દેવો કુદેવ હોય છે. તેમને દેવ હોવા છતાં કોઈ માનતું નથી. સિવાય કે તાંત્રિકો કે જેઓ કુકર્મ જ કરવા ઇચ્છતા હોય છે અને તેમને વશ થવું પડે છે. આવા કુદેવને વશ થવું પડે છે તેને “દેવાભિયોગેનમ્કહેવાય છે.
ચોર જેવા ચોરની આવશ્યકતા જેલમાં અન્ન-ઔષધ-આશ્રય (વસતિઘર) અને આચ્છાદાન (વસ્ત્ર)ની વ્યવસ્થા જેમ રાજ-સરકાર કરે છે, તેમ સંત પણ દેહને આવશ્યક આ ચાર આવશ્યકતાઓ માંગવાના અધિકારી છે અને આપણ ગૃહસ્થીઓને તે પૂરા પાડવાની ફરજ છે.
આ જે દેવોની વાત કરી તે ચાર ગતિમાંના દેવયોનિના શક્તિશાળી જીવ એવાં દેવો કે જેને સ્વર્ગ કહેવાય છે તે સ્વર્ગના દેવોની વાત કરી. અપવર્ગના દેવો અર્થાત્ પરમાત્માની વાત તો સાવ નિરાળી જ છે જે વિષે આગળ ઉપર વિચારીશું. ગુરુ તત્ત્વ :
આપણા જીવનમાં એકબીજાને પરસ્પર જ્ઞાન ને બુદ્ધિમાં ઉણપ હોવાના અંગે આપણા કરતાં અનેક વિષયોમાં ચડિયાતા જ્ઞાનને બુદ્ધિ ધરાવનારા હોય, તેના જ્ઞાન ને બુદ્ધિનો સહારો લઈને જ આપણે જીવવું પડે છે. તે દેહભાવે આપણા સાંસારિક ક્ષેત્રે તેમ સાત્ત્વિક ને સત્યની ખોજ માટે ધર્મક્ષેત્રે પણ આપણને એવી વ્યક્તિઓની જરૂર પડે છે. એવી વ્યક્તિઓનો સમાવેશ નીચે જણાવેલ શબ્દોમાં થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org