________________
વૈકાલિક આત્મવિજ્ઞાન
યા પ્રતિકૂળતામાં જે જીવ નિમિત્ત ભૂત બને છે તેના પ્રત્યે ક્રોધ અને માનના ભાવો સ્ફૂરે છે.
૨૩૦
મૂળ તો સંસારમાં આ જીવને દેહ ને ઇન્દ્રિયોના સુખ ભાવે જડ એવી ભોગ સામગ્રી પ્રત્યે જ લોભ ઇચ્છા ને રાગ છે.
ઇચ્છા એટલે ‘જોઈએ છે', રાગ એટલે ‘ગમે છે' અને લોભ એટલે ‘મેળવવું છે.’
આ જીવને જીવ સાથે ખરેખર સાચી પરમાત્મ સગાઈ છે. પરંતુ દેહભાવે અવળી બુદ્ધિ કે દુર્બુદ્ધિ જીવ પાસે શું શું કરાવે છે ?
એની ઇચ્છા એટલે એને જોઈએ છે. શું જોઈએ છે ?
દેહ ને ઇન્દ્રિયો માટે ભોગસામગ્રી જોઈએ છે. જીવ તો જોઈતો નથી. કારણ કે જીવને-આત્માને દેહ ને ઇન્દ્રિયોથી ભોગવી શકાતો નથી. જીવ ભોગવવાની વસ્તુ નથી. જીવ-આત્મા કાંઈ ભોગ્ય નથી. એ તો ભોક્તા છે. પરંતુ કોઈપણ જીવ, દેહ ને ઇન્દ્રિયોને અનુકૂળ થાય, સેવા ભાવે અનુકૂળતા આપે કે ભોગ સામગ્રીની પ્રાપ્તિમાં સહાયક થાય એવો જીવ જોઈએ છે. પરમાર્થથી એને જીવ નથી જોઈતો પણ ભોગ સામગ્રીમાં અનુકૂળ બને તેની ચાહના છે-ઇચ્છા છે. આ કોનો અનુભવ નથી ? એમાં અનુકૂળતાએ જીવ પ્રત્યે રાગ થાય તે પણ પ્રધાનતા કોની ?
રાગ એટલે ગમે છે. સ્ત્રી ગમે છે અર્થાત્ સ્ત્રીનો દેહ ગમે છે. માલિકને નોકર ગમે છે કેમ કે તે એની સેવા કરે છે અને નોકરને માલિક ગમે છે. તે માલિકનો આદર કરે છે કેમ કે માલિક તેને આજીવિકા આપે છે. જીવનો ગમો આવો છે. જેને રાગ કહે છે અને લોભ એટલે મેળવવું છે તે પણ ઉપર પ્રમાણે છે. આ પ્રમાણે જીવ ક્રોધ-માન-માયા-લોભ એવાં ચાર ભાવ પોતાથી જ કરે છે. આ ભાવને શાસ્ત્રમાં કષાય તરીકે ઓળખાવેલ છે.
જેના પ્રત્યે સાચી સગાઈ છે એના પ્રતિ સાચું વર્તન જીવ કરતો નથી. આત્માની આત્માથી સાચી સગાઈ છે એ આત્માના પરરાત્મ સ્વરૂપના પ્રાગટીકરણની પ્રવૃતિ તે કરતો નથી. અને જેની સાથે સાચી સગાઈ નથી તેની પાછળ આંધળી દોટ મૂકી મરી ફીટે છે. જીવની આ છે વૃત્તિ-પ્રવૃત્તિને કહેવાતી પ્રગતિ જે વાસ્તવમાં અધોગતિ છે. તેથી તે મિથ્યાવૃત્તિ છે ને મિથ્યાપ્રવૃત્તિ છે કેમ કે તે મૂઢ છે. મિથ્યાત્વને કારણે મોહ છે-મૂઢતા છે અને ઉપર જણાવેલ ચાર કષાય શબ્દનો અર્થ છે. જે અનંત જન્મ-મરણની ચક્કીમાં પિલાવાનું લંબાણ છે - પરવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org