________________
૨૨૮
સૈકાલિક આત્મવિજ્ઞાન વર્ણના માબાપના પેટે જન્મ લેવો જ પડશે. જે આપણને આપણા પુણ્ય અનુસાર મળે છે. તેવી રીતે ઉપાસ્ય તત્ત્વનો મુખ્ય સંબંધ મનુષ્ય યોનિમાં છે તો તેને તેના યોગ પ્રમાણે કોઈ ઉપાસ્ય તત્વના સંબંધમાં આવવું જ પડશે. તેમાં તેનાં ઈષ્ટદેવની પણ માન્યતા હશે. ને એ રીતે એ જીવ પણ નમ્રતા, સરળતા, સહદયતા આદિ ભાવો વડે ભવિષ્યમાં વિકાસના પંથે વળી શકે છે.
હવે આપણે રાજા ને પ્રજાના સંબંધોનો વિચાર કરીએ. રાજ્ય અને પ્રજા ઉપર સત્તા રાજાની હોય છે. તેમાં રાજાના રાજ્ય સંબંધી કાનૂનનું પાલન કરીએ અને રાજા પ્રત્યે માન રાખીએ એ કાંઈ કોઈ ઉપાસના નથી, ને રાજા કાંઈ ઉપાસ્ય તત્વ નથી. પણ રાજા એ સત્તા છે, અને રાજા પ્રતિના આદરાદિના ભાવ તે સત્તાધીનતા છે. કાલે રાજા પ્રજા રક્ષક મટી પ્રજા ભક્ષક બને તો પ્રજા એકત્રિત થઈ સંગઠનના જોરેસમૂહબળે રાજાને પણ પદભ્રષ્ટ કરી શકે. પરંતુ ઉપાસ્ય તત્વ સંબંધી કદી પણ કોઈ ઉપાસકને આવું કરવાનું આવતું નથી બનતું નથી. માટે સત્તાધીનતા અને ઉપાસ્યની ઉપાસનામાં ઘણો ફરક છે.
માટે જ મનુષ્યયોનિમાં કર્મયોગની જેમ ઉપાસના પણ જીવનનું મહાન અંગ છે. - આ જ પ્રમાણે દેવયોનિમાં પણ જેમ આપણે અહીં શેઠ-નોકર, રાજા-પ્રજાનો સંબંધ છે, તેવી રીતે ઉપર ઉપરના દેવલોકના શક્તિવાન દેવો નીચે નીચેના દેવો ઉપર સત્તા વહેવાર કરી શકે છે. પરંતુ તેને ઉપાસના ન કહેવાય. આમ મનુષ્ય યોનિમાં જ અદૃષ્ટ તત્ત્વની ઉપાસના એ જીવનનો મહાન વિષય થયો.
આ જે કાંઈ વાત અત્યારે થઈ રહી છે તે શક્તિ તત્વ સંબંધી છે. સ્વભાવ તત્વની સાધના-ઉપાસના એ તો ઘણો ઊંચો વિષય છે ને એના સંબંધી પણ આગળ વિચારીશું. * જેમ તિર્યંચ ગતિમાં આપણા કર્મયોગના જેવા સાત્વિક ભાવ નથી. તેવાં ઉપાસનાના પણ સાત્વિક ભાવ નથી. કદી સાંભળ્યું છે કે સિંહ-વાઘ-કૂતરાં-બળદબલાડા આદિના કુળદેવી કે ઇષ્ટદેવ છે?
મનુષ્ય યોનિમાં જેવી રીતે કર્મયોગ મહાન કર્તવ્યરૂપે સમજાય તેવી જ રીતે ઉપાસના તત્ત્વ પણ ઉપાસકે સમજવું જોઈએ. ઉપાસ્ય તત્ત્વ ભલે અદષ્ટ રહ્યું પરંતુ તે અદૃષ્ટ ઉપાસ્યતત્ત્વ દ્વારા ઉપાસક અનેક શક્તિ પ્રાપ્ત કરી શકે છે અને પ્રાપ્ત કરેલી શક્તિનો સદુપયોગ બીજાં દુઃખી જીવો માટે કરવો જોઈએ. પછી ભલે તે ગમે એ ભેજવાળો હોય! કારણ કે ઉપાસ્ય તત્ત્વ ઉપાસકને એવી રીતે બંધનમાં મૂકતું નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org