________________
ધર્મત્રયી-તત્ત્વ ત્રયી
૨૨૭
જેવી રીતે આપણે પૂર્વજન્મ, પુનર્જન્મ અને અર્દષ્ટ તત્ત્વને સ્વીકારીએ છીએ. તેવી રીતે મનુષ્યયોનિમાં શક્તિ તત્ત્વ અને સ્વભાવ તત્ત્વ એ બે અદૃષ્ટ તત્ત્વનો સ્વીકાર છે.
સમગ્ર માનવસૃષ્ટિ ઉપર નજર ફેરવતાં જણાશે કે ગમે તે દેશમાં, ગમે તે ક્ષેત્રમાં, કોઈ પણ મનુષ્યની નાત અને જાતમાં કોઈમાં પોતાના માનેલા ઇષ્ટ દેવની શ્રદ્ધા-આસ્થા વિગેરે ભાવો દેખાશે. તો તેવા અદૃષ્ટ તત્ત્વની માન્યતા, સ્વીકાર ને શ્રદ્ધા એ દર્શનમોહનીયની મંદતા છે. જેવી રીતે પૂર્વજન્મ ને પુનર્જન્મની માન્યતાના વિચારો ને ભાવો એ દર્શનમોહનીયમાં દૃષ્ટિ ને ભાવમાં સુધારો છે, અથવા પ્રામાણિકતા છે. તેવી જ રીતે આ અદૃષ્ટ તત્ત્વની સ્વીકૃતિમાન્યતાના ભાવો તે જીવના અહંમાં સુધારો ને વિનમ્રભાવનું સૂચન કરે છે, જે દર્શનમોહનીયમાં મંદતા દર્શાવે છે. કારણ કે એ અદૃષ્ટ તત્ત્વનો સ્વીકાર ભલે બુદ્ધિગમ્ય ન હોય પરંતુ હૃદય ગમ્ય કરીને તેના પ્રતિ જે કાંઈ શ્રદ્ધાઆસ્થાના સાત્ત્વિક ભાવો કરે એટલા અંશે એની બુદ્ધિના અહંનો નાશ અને નમ્રતાનો વિવેક સ્તુત્ય છે - શરાહનીય છે. કોઈપણ જીવ જીવનસંગ્રામમાં આવતા સંઘર્ષો, અટપટા સંયોગો અને પ્રસંગોમાં આવા અદૃષ્ટ તત્ત્વની સાથે સંબંધ રાખીને તેની શક્તિમાંની શ્રદ્ધાના બળે કાંઈક ને કાંઈક ધીરજ અને શાંતિનો અનુભવ કરી શકે છે.
ચારે ગતિમાં જે મહાન તત્ત્વ બુદ્ધિ તત્ત્વ છે તે બુદ્ધિ તત્ત્વની પ્રધાનતાવાળું જીવન બુદ્ધિનો ભોગ આપીને અદૃષ્ટ તત્ત્વ સાથે રહે છે તે મહાન આશ્ચર્ય છે.
હવે ઉપાસનામાં ઉપાસ્ય વ્યક્તિ હોય છે. ઉપાસક સાધક હોય છે અને ઉપાસના વિધિ હોય છે. દરેક જીવની ઉપાસ્ય વ્યક્તિ ભિન્ન ભિન્ન હોય છે અને ઉપાસના વિધિ પણ ભિન્ન ભિન્ન હોય છે.
જેમ આપણી ચાર અબજની વસ્તીમાં બધી ય વ્યક્તિઓને શરીર અને ઇન્દ્રિયબળ સરખાં મળવા છતાં આહાર-વિહાર, ખાન-પાન, રહેણી-કરણી, બોલચાલ વિગેરેની ક્રિયામાં ભેદ હોય છે. તેમ ઉપાસના તત્ત્વમાં પણ હોઈ શકે છે અને આવા ભેદ હોવા છતાંય આપણે બધાં એ ભેદોમાં જીવીએ છીએ. તેવી રીતે ઉપાસ્ય તત્ત્વને ઉપાસના વિધિમાં ભલે ગમે તેવા ભેદો હોય પરંતુ તે ઉપાસ્ય તત્ત્વ પ્રત્યે તે ઉપાસકના ભાવ સાત્ત્વિક ભાવ કહેવાય. કારણ કે તેમાં તે ઉપાસ્ય તત્ત્વ પ્રત્યેના શ્રદ્ધા, માન, ભક્તિભાવ તથા ઉપાસના સ્વયમાં દીનતા-નમ્રતા હોય છે તે તામસ અને રાજસ ભાવમાંથી કોઈક અંશે છૂટકારાની ને કાંઈક સારી દશાની નિશાની છે. જેમ મનુષ્યયોનિમાં આપણે ઉત્પન્ન થવું હોય તો ચા૨વર્ણમાંથી કોઈ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org