________________
ધર્મત્રથી-તત્ત્વ ત્રયી
૨૨૫ જણાવી પણ શું શકે ? આ તેનું મૂકપણું છે અને સેવા કરવાની પણ કોઈ શક્તિ નથી.
જ્યારે મનુષ્યયોનિમાં મળેલ યોગબળ, બુદ્ધિબળ અને સાધન સામગ્રીના બળ વડે અનેક દુઃખી જીવોની સેવા કરી શકે છે. અનેક જીવોનું રક્ષણ, પાલન ને પોષણ કરી શકે છે. રક્ષણ એટલે શું ? રક્ષણ એટલે મરતાં બચાવે. પાલન-પોષણ એટલે શું? એને જીવવાની સામગ્રી ખોરાક-રહેઠાણ આદિની પૂર્તિ કરવી તે પાલન પોષણ.
એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીના જીવોને મરતાં બચાવી તેમનું રક્ષણ કરી શકાય છે, જેને જૈનદર્શનમાં યતના અર્થાત્ જયણા કહેવામાં આવે છે.
ગાય-બળદ-ભેંસ આદિ દુઃખી જીવો માટે પાંજરાપોળ ખોલીને પાલનપોષણ પણ કરી શકે છે. આવા ઉત્તમ સાત્ત્વિક ભાવો મનુષ્યયોનિમાં મનુષ્યને મળેલાં છે. આને કર્મયોગ કહેવાય !
હવે બીજી રીતે વિચારીએ તો આપણા જીવન વહેવારનો વિચાર કરીએ તો આપણે આટલા શક્તિવાન મનુષ્ય હોવા છતાં આપણું મનુષ્યોનું જીવન તે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના જીવન ઉપર કેટલું નિર્ભર છે ! આપણા જીવનના ઘણા ક્ષેત્રોમાં તે તિર્યંચ જીવોની સેવાનો ફાળો છે. ખેતી કરવામાં બળદાદિ જીવો, મકાન બાંધકામમાં ઊંટ, ગધેડા આદિ જીવો, મુસાફરીમાં બળદ-ઘોડાઊંટ આદિ જીવો, દુગ્ધાહાર માટે ગાય, ભેંસ, બકરી આદિ જીવો, ચોકીદાર માટે કૂતરા જેવાં જીવો આદિની સેવાનો બહુ મોટો ફાળો છે. એટલું જ નહિ પણ મનુષ્યયોનિમાં જન્મેલો જીવ પહેલાં છ-બાર મહિના જ માતાના દૂધથી ઉછરે છે અને ત્યારબાદ આપણા શરીર માટે રસકસ વાળી જે જે ઉપયોગી ચીજ કહેવાય તેની પ્રાપ્તિ આપણે દૂધાળા પ્રાણીઓની પાસેથી કરીએ છીએ. માતાના દૂધનો સ્તનપાનનો કાળ તો ઘણો અલ્પ છે. મર્યાદિત છે.
જ્યારે દુધાળા પ્રાણી આપણા શરીર અને બુદ્ધિબળને ઉપયોગી દૂધ-દહીંઘી-માખણ આદિ જીવીએ ત્યાં સુધી આપે છે. - તો આમ મનુષ્ય જેવો મનુષ્ય જે બધામાં ચડિયાતો છે તે આવા પ્રાણીઓ ઉપર જીવે છે. તો મનુષ્ય બીજાં જીવોની કેટલી સેવા કરવી જોઈએ ? આને જો આ રીતે વિચારીએ તો એ જીવોના પાલનપોષણને રક્ષણ કરવામાં તેમની ઉપર કાંઈ મહેરબાની નથી, કરતાં પણ આપણને જીવાડવાનું યતકિંચિત વળતર પણ ચૂકવતાં નથી. તો વહેવારમાં ચડતી-ઊતરતી દશાનો વિચાર કરી સેવા ને ઉપકાર શબ્દોનો પ્રયોગ કરવો પડે છે. s-14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org