________________
સ્યાદ્વાદ દર્શન
કહી તે સર્વજ્ઞ ભગવંતના સંપૂર્ણ જ્ઞાનનું શરણ લઈ આપણે નમ્ર-અહહિત બનીએ છીએ, નમીએ છીએ, ઢળીએ છીએ.
જ્યાં મોહ હોય ત્યાં વિષયના ચડ-ઊતરના ઢાળ હોય, નિર્મોહતાવીતરાગમાં ઢાળ ન હોય.
ચાર ધર્મ, ચાર નિક્ષેપા, ચાર કારણ, પાંચ કારણ, ષડ, સ્થાનક, સાત નય, સપ્તભંગિ, આઠ કર્મ, નવ તત્ત્વ, ચૌદ ગુણસ્થાનક, અઢાર પાપસ્થાનક, વ્યવહાર-નિશ્ચય, દ્રવ્યાર્થિક નય-પર્યાયાર્થિક નય, ઉત્પાદ-વ્યય-ધ્રુવની ત્રિપદી, દ્રવ્યગુણપર્યાય પાંચ અસ્તિકાય, ષડ દ્રવ્ય આદિ ત્રૈકાલિક તત્ત્વો સર્વજ્ઞ જ્ઞાની ભગવંતોએ આપેલ છે તે સર્વનો સમૂહ એ જ આપણું જીવન છે. વ્યવહાર પણ હું છું અને સાત નય પણ હું છું. સ્યાદ્ છું ત્યાં સુધી આ સઘળું હું છું. સર્વશ થાઉં, એટલે સર્વથી અતીત થાઉં, જે સર્વાતીત અવસ્થા શુદ્ધાત્મદશાસિદ્ધાવસ્થા છે અને તે પરમાત્મતત્ત્વ છે.
૧૮૧
કોઈ પણ જીવ જાણે કે અજાણે પુણ્ય બાંધે છે તેના કારણમાં મૂળમાં સર્વજ્ઞ ભગવંતે શુભ ભાવ કેમ કરવા એ બતાડેલ છે તે કારણભૂત છે.
કોઈને પૂછવા જઈએ એટલે આપણે જ્ઞાનમાં આંધળાં છીએ,- અપૂર્ણ છીએ. કેવલી ભગવંત બીજા કેવલી ભગવંતનેય પૂછતા નથી, તેમ પ્રશ્ન કર્તાને પ્રશ્ન દોહરાવવાય જણાવતા નથી. માટે તેઓ પૂર્ણજ્ઞાની છે; સર્વજ્ઞ છે. કેવલજ્ઞાની જાણે બધું પણ એમને જરૂર કાંઈ નહિ. જ્યારે છદ્મસ્થજ્ઞાનીઓ જાણે ઓછું અને જરૂર ઘણી બધી. આપણે આવશ્યકતા બધી. મટાડી દઈએ એવી સાધના કરીએ તો આપણું જ્ઞાન પૂર્ણ બને. જેને કશાની કાંઈ જરૂર નથી, એને કોઈ પદાર્થને જાણવાનીય જરૂર નથી. ઇચ્છાતત્ત્વ, કામનાતત્ત્વ જ્ઞાનનો આધાર લઈને નીકળે છે અને તે જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાન બની રહે
છે.
આમ કેવલજ્ઞાનની અપેક્ષાએ ન જોઈએ તો આંધળા છીએ. પરંતુ કેવલજ્ઞાનની અપેક્ષાને રાખીને જોઈએ તો આંધળાં ખરાં પણ કાર્ય થઈ રહેલ છે. આંધળાપણું ટળશે અને દેખતા થવાશે, પરમાત્મા બનાશે.
દરેક જીવનું મતિજ્ઞાન અમુક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આંધળું હોય છે માટે સ્યાદ્વાદથી કેવલજ્ઞાનીની અપેક્ષાએ એટલે કે સર્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ વિચારવા ફરમાવેલ છે કે જેથી પ્રત્યેક જીવ અને પ્રત્યેક પદાર્થ પ્રતિ સાધકની દૃષ્ટિ વિશાળ ઉદાર અને ઉમદા બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org