________________
૨૧૬
સૈકાલિક આત્મવિજ્ઞાન કુ હોઈ શકે નહિ; અને એ એવી ચરમ, પૂરણ, પરમાવસ્થાને પામ્યા છે કે “સુ” વિશેષણ લગાડવાની કોઈ આવશ્યકતા રહેતી જ નથી. પૂર્ણ તો પરમ હોય-અંતિમ હોય અને એના કોઈ “સુ-કુ ના ભેદ ન હોય એ તો એકમેવ, અદ્વિતીય, અંત, અખંડ, અભંગ હોય. ભેદ તો અપૂર્ણના હોય.
હવે ગુરુ શબ્દને “સુ” અને “કુ' ના વિશેષણ લગાડીઓ તો ગુરુ પદે રહેલા જીવો કર્મવશ અનેક કારણોથી આચારભ્રષ્ટ થઈ “સુ” ના “કુ' બની શકે છે. પરંતુ ગુરુપદે રહેલ જીવોનું વર્ગીકરણ તો “અંતરાત્મા” વિભાગમાં જ થાય અને “કુ બનવાથી તે તે “બહિરાત્મા' વિભાગમાં રહી પડે.
આમ આ પદ્ધતિમાં આ મોટી આપત્તિ છે. એનો ઉકેલ તો કોઈ પ્રખર ગીતાર્થ આગમવેત્તા જ જણાવી શકે, એથી એનો ઉકેલ આપણે એવા જ્ઞાની ભગવંતો ઉપર છોડી દઈએ.
હવે આપણને એ શંકા અહીં ઉદભવે કે જેણે રાગદ્વેષનો નાશ ન કર્યો હોય અને “દેવ' તરીકે સંબોધાતા હોય તેમને શું આપણે “કુ કહેવા ? એ પરિપાટીએ ચાલવા જઈશું તો જેણે જેણે રાગદ્વેષનો નાશ ન કર્યો હોય તે તમામ વ્યક્તિને તમામ ક્ષેત્રે “કુ' કહેવા પડે અને રાગદ્વેષનો નાશ કર્યા બાદ તો તે ગુરુપદે રહેતા જ નથી. વીતરાગ થવાથી દેવ-પરમાત્મા થઈ જાય છે. આમ આ “સુ” અને “કુ ના ભેદની પદ્ધતિએ ચાલીએ તો તેમાં “ગુરુ પદનું અસ્તિત્વ જ રહેતું નથી.
વ્યવહારમાં મનુષ્યયોનિમાં માણસના ગુણ દોષ અને વર્તન પ્રમાણે તેનું “સજન” અને “દુર્જન એવા વચનપ્રયોગ શબ્દપ્રયોગથી વર્ગીકરણ કરાય છે. આમ જો સજનને “સુ” કહીએ અને દુર્જનને “કુ કહીએ તો તે વિશેષણો. વર્તમાન કાલીન ગુણદોષ ઉપર નિર્ભર છે. નહિ કે માત્ર રાગ દ્વેષ ઉપર. અનાદિકાળથી જીવમાં રાગદ્વેષ હોવા છતાં, સારા વર્તન-વ્યવહારથી આને સારા ગુણોને કારણે રાગદ્વેષની વિદ્યમાનતા હોતે છતે તેને “સજન” કહેવાય છે. દુર્જન તો દુર્જન છે અને રાગદ્વેષ યુક્ત છે. એટલે એને તો કોઈ સવાલ જ નથી.
આપણા વ્યવહારમાં આર્યસંસ્કૃતિમાં પ્રજાનું વર્ગીકરણ ચાર વર્ણમાં કરવામાં આવ્યું છે. જે બ્રાહ્મણ', “ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર ભેદે જણાવેલ છે. આ ચાર ભેદ વ્યવસ્થા માટે છે. કોઈને ઊંચે ચડાવવા કે કોઈને નીચા પાડવા માટે નથી. શુદ્રની જાતિ ઉપલાં વર્ણની અપેક્ષાએ ભલે નીચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org