________________
૨૨૨
સૈકાલિક આત્મવિજ્ઞાન ને પ્રયોજન છે. તો આ બધા પદાર્થોમાં અધિષ્ઠાનરૂપ અર્થાત આધારરૂપ કે કેન્દ્રરૂપ આપણું દર્શન-દષ્ટિ ને ભાવ છે. તેમાં સુધારો અને બગાડો ઉભયની સંભાવના છે. બગાડાને ધર્મક્ષેત્રે મિથ્યા કહેલ છે. જ્યારે સુધારાને સાત્વિક કહેલ છે.
પૂર્વજન્મ ને પુનર્જન્મની દૃઢ માન્યતા તેમજ આપણાથી પર એવા જડ ને ચેતન પદાર્થો પ્રત્યેનું પરસ્પરનું સુખદ વર્તન તે દૃષ્ટિ ને ભાવમાં સુધારો છે.
આપણા ભાવમાં ત્રણ ભેદોમાંનો કોઈ એક ભેદનો ભાવ હોય છે. ભાવના ત્રણ ભેદો સાત્ત્વિક, રાજસ અને તામસ તરીકે ઓળખાય છે. વળી આ ત્રણ ભાવોમાં પણ તીવ્રતા અને મંદતા હોય છે. હવે આપણે આ બધા ભાવનું જીવ ને પુગલ આશ્રિત એક કોષ્ટક બનાવીએ.
જીવનો મૂળભૂત ભાવ શુદ્ધ છે. શુદ્ધ એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ઇત્યાદિ કે જેના વડે આપણે જીવીએ છીએ, જેને આપણા માનેલા છે અને જેના વડે સુખ દુઃખ વેદીએ છીએ. તેનાથી પર એટલે આ કોઈ પદાર્થનો આશ્રય નહિ તેમ જ અન્ય ક્ષેત્રે રહેલ બહારના પણ કોઈ જડ કે ચેતન પદાર્થનો આશ્રય નહિ તેવા ભાવને શુદ્ધ ભાવ કહેવાય જેમ કે...
ગાયને દોહીને જે દૂધ મેળવ્યું તેમાં એક પણ પાણીનું ટીપું નહિ હોય તે શુદ્ધ કહેવાય. સો ટચનું સોનું કે જેમાં એક રતીભાર પણ તાંબાનું મિશ્રણ ન હોય તેને શુદ્ધ કહેવાય. તેમ આત્મા અન્ય સર્વ શક્તિ ને સાધનની પર ઊઠીને પોતાના તંત્ર માટે સ્વાધીન હોય અથવા સ્વતંત્ર હોય તો તેનો સ્વશક્તિરૂપ અનંતશક્તિ રૂ૫ શુદ્ધ સ્વભાવ કહેવાય, કે જે જીવને એકાંતે સર્વ પર વસ્તુથી પર અનંત આનંદ વેદનરૂપ હોય. જેમ વહેવારમાં એક વ્યકિત પોતાના જીવન વહેવારમાં અનેક રીતે પરાધીનતામાં પડ્યો હોય અને તે પરાધીનતામાંથી મુક્ત થતાં કેટલો આનંદ અનુભવતો હોય છે !
એક ચોર-ગુનેગારને જેલની મુદત પૂરી થતાં, કેદમાંથી છૂટ્યા પછી કેદ બહારના જીવન અંગેનો કોઈ બંદોબસ્ત ન હોવા છતાં પણ કેટલો આનંદ હોય છે! ભલે એને જેલમાં દેહને જોઈતી બધી સગવડ રાજ્ય તરફથી મળતી હતી. રાજ્યના રસોડે જમતો હતો. રાજાને જેમ તેના રક્ષણમાં અંગરક્ષકો તરીકે પોલિસો હોય તેમ ગુનેગારને પણ આગળ પાછળ પોલિસો હોય. રાજાનો રાજમહેલ લાખો રૂપિયાનો હોય એમ જેલ પણ લાખો રૂપિયાની હોય. આમ છતાંય કેદીને કેદની મુદત પૂરી થયે વ્યાવહારિક સાચી દિશામાં આવવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org