________________
૨૨૦
સૈકાલિક આત્મવિજ્ઞાન જીવ જેટલું જાણે છે અને જુએ છે તે બધું ય તેને સર્વથા, સર્વદા, પ્રત્યક્ષ અને અનુભૂત હોતું નથી. સંસારી જીવન દર્શન દશા કહો કે તેનો દૃષ્ટિ સ્વભાવ કહો તે અપૂર્ણ છે.
આ દર્શનશક્તિમાં પણ રસનું મિશ્રણ ભળેલ હોય છે. એ રસના મુખ્ય બે ભેદ તીવ્રરસ અને મંદરસ છે. તીવ્ર અને મંદની વચગાળાના ભેદો અનેક હોઈ શકે છે. વચગાળાના એ રસભેદનું ધોરણ છબસ્થ જીવ બાંધી શકતો નથી અને ચોક્કસ કારણ પણ સમજી શકતો નથી કે તેની અજ્ઞાન દશાને લીધે છે અને પૂર્વાપર સંબંધના વિચ્છેદને લીધે છે. તેથી જ તે પદાર્થને અદષ્ટ તત્ત્વના ભેદમાં મૂકવો પડે છે. દાખલા તરીકે આપણા પૂર્વજન્મ ને પુનર્જન્મ, આપણો ભૂતકાળ ને ભવિષ્યકાળ અને તે સિવાયના અનેક અન્ય પદાર્થ અદષ્ટ તત્ત્વ છે.
જીવની આવી દશા હોવાના કારણે તેનું વર્તમાનકાળનું મતિજ્ઞાન અપ્રત્યક્ષનો સંતોષ પામી શકતું નથી. એટલે વર્તમાનકાળનું મતિજ્ઞાન અહં કે આગ્રહને વશ થઈ પરોક્ષ તત્ત્વ સત્ય હોવા છતાં માન્યતામાં લાવી શકતું નથી. આવી રીતે પરોક્ષ સત્ય તત્વને માન્યતામાં ન લાવવું તે જીવની અસત્યતાની માન્યતામાંનો તીવ્ર ભાવ છે. તેમ છતાંય આપણને આપણા વર્તમાન જીવનમાં વહેવાર કરવામાં અપ્રત્યક્ષ અને અદષ્ટ તત્વને સ્વીકારીને અને માનીને જ જીવવું પડે છે. વહેવાર ચલાવવો પડે છે અને તેનો આશ્રય પણ લેવો પડે છે અને એ પ્રમાણે વહેવાર પણ ચલાવીએ છે જેમ કે.
વર્તમાનપત્રમાં પ્રગટ થતા બધા સમાચાર આપણે માટે દૃષ્ટ, અનુભૂત કે પ્રત્યક્ષ નથી હોતાં. છતાં તેને સાચા માની વહેવાર ચલાવાય છે.
આપણી ગર્ભાવસ્થા આપણને દષ્ટ નથી. તે અનુભૂત હોવા છતાં તેની મૃતિ નથી.
આપણું નામ “અન્ય વ્યક્તિ” પાડે છે અને તે નામથી આપણી સાથે વહેવાર કરે છે જે નામનો આપણે સમજણા થયા બાદ સ્વીકાર કરીએ છીએ.
આપણા પિતા કોણ છે તે આપણે જાણતા નથી. બીજાં જણાવે છે ને આપણે જાણીએ છીએ ને સ્વીકારીએ છીએ.
આપણું જ્ઞાન જાતે જાણેલા અને અનુભવેલા જ્ઞાનથી કંઈક ગણું અધિકું જ્ઞાાન અન્ય દ્વારા જણાવાયેલું છે.
ધર્મતત્ત્વ જ એક એવું તત્ત્વ છે કે જે અનંતા ભૂતકાળ અને અનંતા ભવિષ્યકાળને લક્ષમાં લઈ આજનું-વર્તમાનનું ઘડતર કરવા જણાવે છે. જ્યારે અર્થ અને કામ એ બે પુરુષાર્થને આવા વિવેક સાથે બહુ ઝાઝો સંબંધ હોતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org