________________
૧૮૬
સૈકાલિક આત્મવિજ્ઞાન આવે. ટૂંકમાં સાધકને મમથી મતલબ છે, ટપ ટપથી નહિ.
જે દૃષ્ટિએ (દ્રવ્ય દૃષ્ટિએ) આત્મા નિત્ય છે તે દૃષ્ટિ અને જે દૃષ્ટિએ (પર્યાય દૃષ્ટિએ) આત્મા અનિત્ય છે તે ઉભય દૃષ્ટિ “નયો' કહેવાય છે. વૈદિક દર્શને પણ આત્માને નિત્ય કુટસ્થ કહેલ છે, એટલે કે જેમ હથોડા ટીપાવા છતાં એરણ તો એની એ જ અને એવી ને એવી જ એક આકારની રહે છે, તેમ આત્મા તો એનો એ જ રહે છે. આકાર એરણ ઉપર જે બદલાય છે તે તો લોઢાના બદલાય છે. તેમ ભવચક્રમાં પીસાતો અને ટીપાતો આત્મા એ જ રહે છે પણ જે બદલાય છે તે આત્માનાં કલેવરો છે જે પુદ્ગલના બનેલાં હોય છે. ટીપાવા પીસાવા છતાં આત્મા અજરામર, અવિનાશી, નિત્ય જ રહે છે.
નય જેમ દૃષ્ટિ અને વિકલ્પ છે તેમ સાધકને માટે તે દૃષ્ટિ-વિકલ્પનય એ અસાધારણ અત્યંતર પોતીકું સાધન પણ છે. દષ્ટિ-વિચાર-વિકલ્પ આત્માના પોતાના આધારે ઉત્પન્ન થાય છે અને પોતામાં જ સમાય છે. જ્યારે શરીર એ સંયોગી પદાર્થ છે. જે સંયોગ બાદ વિયોગને પામે છે. શરીર એ પર દ્રવ્ય એવા પુદ્ગલ દ્રવ્યના સ્કંધોનું બનેલ હોય છે. શરીર કાંઈ આત્મામાંથી બનતું નથી કે આત્મામાંથી ઉત્પન્ન થતું નથી.
આવા આ નિયોનું નિરૂપણ એટલે વિચારોનું વર્ગીકરણ. નયવાદ એટલે વિચારમીમાંસા. આમ વિકલ્પ દૃષ્ટિ કે જેને નય કહેવાય છે તે નયના અનંતા ભેદ છે. એ અનંત નયોનો સમાવેશ મુખ્ય સાતસો નયોમાં થાય છે અને એ સાતસો નયોનો સમાવેશ મુખ્ય સાત નયોમાં કરવામાં આવે છે જે શાસ્ત્રીય પરિપાટી છે. બાકી એ સાત નયોનો સંકોચ માત્ર બે નયોમાં પણ થાય છે જે બે નયો ‘દ્રવ્યાર્થિક નય’ અને ‘પર્યાયાર્થિક નય' તરીકે પ્રસિદ્ધ છે. વળી એક બીજી વિચારસરણી અનુસાર એ સાત નયોનું વર્ગીકરણ વ્યવહાર નય” અને “નિશ્ચય નય” પણ થાય છે.
What is it ?' અર્થાત્ “તે શું છે ?” પ્રશ્નથી દ્રવ્યને જાણી શકાય છે અને “How is it ?' “તે કેવું છે ?” પ્રશ્નથી દ્રવ્યના પર્યાયને જાણી શકાય છે. આપણા સહુ સંસારીનું વાસ્તવિક જીવન “શું ?” અને “કેવું ?” એ જ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયયુક્ત છે :
સાત નય નીચે મુજબ છે :
(૧) નૈગમ નય (૨) સંગ્રહ નય (૩) વ્યવહાર નય (૪) ઋજુત્ર નય જેના બે વિભાગ સ્કૂલ અને સૂક્ષ્મ છે. (૫) શબ્દ નય (૬) સમભિરૂઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org