________________
નય મીમાંસા
૧૯૯ અપેક્ષાએ આરોપ કરે છે. તે આરોપ જીવો અને પુદ્ગલ સ્કંધોના બધા પર્યાયોમાં કરે છે.
જ્યારે જુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય વર્તમાનકાળના પર્યાયોને જ સ્વીકારે છે. કાર્યરૂપ અને ક્રિયારૂપ પર્યાયોનો જ સ્વીકાર કરે છે. આ ચાર નો ભોગપ્રધાન અને વેદનપ્રધાન નયો છે.
નૈગમનયથી આપણે જે આપણા શરીરમાં તથા ભોગસામગ્રીમાં આત્માબુદ્ધિ કરી સચ્ચિદાનંદભાવ સ્થાપેલ છે; જવાનું છે. તેને મુમુક્ષુ સાધકે પલટાવીને સાધનામાર્ગ નું મોક્ષપ્રાપ્તિ માટે અન્ય જીવોએ પણ આપણી જેમ શરીરમાં અને ભોગસામગ્રીમાં આત્મબુદ્ધિ કરેલ છે, તે જીવો એ પોતાના શરીરનો અર્થાતુ પોતાની સુખશીલતાનો અને પોતાની ભોગસામગ્રીનો ત્યાગ કરવાનો છે. યાવત્ ઉપદ્રવ કાળે સાધકે પોતાના દેહનું મમત્વ ઉતારીને સ્વમાં લીન થવાનું છે. - સાધકે સાધનામાર્ગ વિધેયાત્મક નૈગમનય એ સ્વીકારવાનો છે કે “હું સિદ્ધ સ્વરૂપી છું અને હું શરીર નથી, તથા “ભોગસામગ્રી મારી નથી', એ નિષેધાત્મક સંસારક્ષેત્રના નૈગમનયનો સ્વીકાર કરવાનો છે.
જે સ્વરૂપ, જે વેદના વર્તમાનકાળે હોય નહિ, છતાં તેની શક્યતા છે, સંભાવના છે તેથી તે શક્ય સ્વરૂપ યા વેદનનો કે સંભવિત સ્થિતિનો ઉપર જણાવ્યા મુજબ નૈગમન તથા વ્યવહારનય સ્વીકાર કરે છે. જ્યારે ઋજુસૂત્રનય સંભાવના અને શક્યતાનો સ્વીકાર કરતો નથી. "
એવંભૂતનય તો તત્કણે પ્રવર્તતા વર્તમાન પર્યાયોનો જ કાર્યરૂપે સ્વીકાર કરે છે. જ્યારે જુસૂત્રનય વર્તમાનકાળના બધાય પ્રગટ પર્યાયનો સ્વીકાર કરે છે અને નગમનય; શક્યતા તથા સંભાવનાની અપેક્ષાએ અપ્રગટ પર્યાયનો પણ સ્વીકાર કરે છે. દૈત પદાર્થ ક્રમથી ક્રિયાત્મક હોય છે. એવંભૂતનય વર્તમાનકાળે જે પર્યાય ક્રિયાત્મક હોય તેને જ માને છે અને સ્વીકાર કરે છે. ઋજુસૂત્રનય વર્તમાનના બધાય પ્રગટ પર્યાયોને ભલે માને પણ પ્રગટ પર્યાયો એકી સાથે ક્રિયાત્મક નથી હોતા.
નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય એ જ્ઞાનપ્રધાન નયો છે. જ્યારે ઋજુસૂત્રનયથી વર્તમાનની શરૂઆત થાય છે. જે ભોગપ્રધાન અને વેદનપ્રધાન છે. ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ એટલે એવંભૂત એ ચાર વેદનપ્રધાન નયો. છે. આમ આ સાત નય એટલે જ્ઞાન તથા ભોગ-વેદનનું સ્પષ્ટીકરણ-પૃથક્કરણ કે વિભાગીકરણ છે.
"
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org