________________
૨૦૮
સૈકાલિક આત્મવિજ્ઞાન અન્ય નયનો અપલાપ કર્યા વિના એકેક નયથી પદાર્થના એકેક ભાગને જાણવા અથવા એક નયથી પદાર્થના એક ભાગને જાણવો. પદાર્થના અન્ય ધર્મોનો અપલાપ કરવો તે નયાભાસ છે.
પ્રમાણ પ્રમેય અને પ્રમાતા એટલે જ જ્ઞાન, શેય અને જ્ઞાતા. વાસ્તવિક પ્રમાણ જો કોઈ હોય તો તે જ્ઞાન જ છે. અર્થાત્ જ્ઞાન જ પ્રમાણ છે અને એમાંય માત્ર કેવલજ્ઞાન જપ્રમાણભૂત છે. કેમ કે કેવલજ્ઞાન કોઈ અન્ય પ્રમાણ વડે પ્રમાણિત નથી. કેવલજ્ઞાન સ્વયંસિદ્ધ અને સ્વસંવેદ્ય છે. જ્યારે કેવલજ્ઞાન સિવાયના પ્રમાણ અન્ય પ્રમાણ વડે પ્રમાણિત છે. બીજા પ્રમાણ બાબત તો એવું બને છે કે વસ્તુ જોઈએ કાંઈ અને સ્મરણ કરીએ કાંઈ. દાખલા તરીકે સફેદ સાડલા પહેરેલ મહિલા વૃંદને જોતાં સ્મરણ કોકના મરણનું થાય. અહીં દશ્ય અને સ્મરણ જુદાં છે.
કેવલજ્ઞાન સર્વપ્રમાણ છે કેમ કે કેવલજ્ઞાન તો સાકાર, નિરાકાર, એકાકાર, સર્વાકાર અને શૂન્યાકાર છે. માટે જ સ્વયંસિદ્ધ છે. કેવલજ્ઞાન, વિશેષ ઉપયોગ હોવાને કારણે સાકાર છે; અમૂર્ત હોવાને કારણે નિરાકાર છે, સર્વ કાંઈ, સર્વ ગુણપર્યાય સહિત કેવલજ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં કેવલજ્ઞાની સ્વરૂપ રમમાણ જ રહે છે. તેમજ કેવલજ્ઞાન સાદિ-અનંત એનું એ જ અને એવું ને એવું જ રહેતું હોવાને કારણે એકાકાર છે; સર્વ કાંઈ તેની સર્વ ગુણપર્યાય સહિત યુગપદ પ્રતિબિંબિત થતું હોવાને કારણે સર્વકાર છે અને સર્વ કાંઈ તેના સર્વ ગુણપર્યાય સહિત કેવલજ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં કેવલજ્ઞાનીની વીતરાગતાને કે કેવલજ્ઞાનને તેની કોઈ અસર થતી નથી તેથી શૂન્યાકાર છે. 1 કેવલજ્ઞાન જ પ્રમાણ છે. એ સંદર્ભમાં ભગવાન મહાવીર સ્વામીજીના સ્તવનમાં અવધૂત યોગીશ્રી આનંદધનજી મહારાજે ગાયું છે કે...
નય નિક્ષેપે રે જેહ ન જાણીએ જિહાં પ્રસરે ન પ્રમાણ.” - જે પદાર્થનું અસ્તિત્વ છે તેનું કાર્ય છે. તે જ્ઞાનનો વિષય પણ છે, તેમજ સંસારી જીવના અનુભવનો વિષય પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org