________________
૧છે. કમરિન ગો છો પર
શાસન બે પ્રકારના છે. ધર્મશાસન અને રાજશાસન. ધર્મશાસનની ધુરા ઋષિમુનિઓ-સંતો-મહંતો-મુનિ ભગવંતોના હાથમાં હોય છે. રાજશાસનનો દોર રાજા-મહારાજા સત્તાધીશોના હાથમાં હોય છે. ઉભયનું કાર્ય દોષ અને દુર્જનતા દૂર કરી, ગુણ અને ગુણીજનો એટલે કે સજ્જનોનું રક્ષણ કરવું તે છે છતાં ઉભયની કાર્ય પ્રણાલિકામાં ફરક છે.
દુર્જનતાનો નાશ કરવો અને દુર્જન કોઈ ન પાકે તેની તકેદારી રાખી સજનોને પ્રોત્સાહન આપવું તે રાજધર્મ છે. અર્થાત્ રાજાઓનું અને સત્તાધીશોનું કર્તવ્ય છે. એ ક્ષાત્રવટ છે. રાજા, રાજદંડ વિનાનો ન હોય. “રાજા દુર્જનને દંડ કરે તે રાજધર્મ છે. રાજા જો દુર્જનને ક્ષમા આપે તો તે અધર્મ છે. એટલું જ નહિ પણ દુર્જન હોય કે સજ્જન સર્વ પ્રજાજને ખાવાપીવા, પહેરવા ઓઢવા અને રહેવા મળી રહે તેવી વ્યવસ્થા કરવી તે ય રાજધર્મ છે. ગુનેગાર કેદી પણ એટલું મેળવવાનો અધિકારી છે. એ પ્રજાપાલકતા છે અને પ્રજાનું તેવું પાલન કરનારા પ્રજાપાલકનું બિરુદ યથાર્થ સાર્થક કરે છે. રાજા શબ્દની ઉત્પત્તિ જ રાજી શબ્દ પરથી થઈ છે.
રાજી કરે તે રાજા.” રતિાશ્ચ પ્રજ ચેન તસ્માદ્રાજેતિ શબ્દને પ્રજાને પ્રસન્ન રાખે તે રાજા.”
નિર્બળનું પ્રાણના ભોગે પણ રક્ષણ કરવું અને સબળ પણ જો દુર્જન હોય તો તેનો પ્રતિકાર કરી તેની પર સત્તા અર્થાત્ શાસન ચલાવવું તે રાજશાસન ' છે. આથી જ આપણે ત્યાં ક્ષત્રિયકુળને ઊંચું કુળ કહેલ છે.
સંતો અને મુનિભગવંતો પણ દુર્જનોના દોષ અને દુર્જનતા દૂર કરવાનું કાર્ય પોતાનાં આચરણ અને ઉપદેશ દ્વારા પ્રેમ અને વાત્સલ્યપૂર્વક કરે છે. રાજા તો પોતાની રાજવ્યવસ્થા સચવાય અને જળવાઈ રહે તેવા હેતુપૂર્વક એના પ્રજાજનનો વર્તમાન ભવ જન્મથી મૃત્યુ પર્યંતનો સુખેથી સજ્જન બની રહેવાપૂર્વક પસાર થાય તે અંગે જ એનું રાજશાસન ચલાવે છે. ઋષિમુનિઓ, મહાત્માઓ તો પોતાના શરણે આવનારાઓ, પોતાના સંપર્કમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org