________________
( ૧૬, વેદાંત અને સ્યાદવાદ
ન )
વેદાંતના પદાર્થોને સ્યાદ્વાર દર્શન કલાથી જો ઉકેલતા આવડે તો તે બીજું જૈનદર્શન છે. વેદાંત દર્શનનું અદ્વૈત જૈનદર્શનના કેવલજ્ઞાન અને સિદ્ધત્વમાં ઘટે છે.
" અનિત્યાશુચિ દુઃખાનાત્મસુ નિત્યશુચિ સુખ્યાતિર વિદ્યા.." યોગસૂત્ર એ શ્લોક દ્વારા અનિત્યમાં નિત્ય બુદ્ધિ, અશુચિમાં શુચિ બુદ્ધિ, દુઃખમાં સુખ બુદ્ધિ અને અનાત્મ (જડ)માં આત્મ (ચેતન) બુદ્ધિ." . ને જે અવિદ્યા-માયાઅમૃત અજ્ઞાનતમ આદિ શબ્દથી વેદાંતમાં ઓળખાવેલ છે. એને જ મિથ્યાત્વમોહ-મૂઢતા આદિ શબ્દથી જૈનદર્શને ઓળખાવેલ છે.
જૈનદર્શનના ચૌદ ગુણસ્થાનકની સામે વેદાંતે શુભેચ્છા વિચારણાતનમાનસા-સત્વાપત્તિ-આસંસક્તિ-પદાર્થ ભાવિની અને તુરીયા એમ જ્ઞાનની સાત ભૂમિકાઓથી વિકાસનાં પગથિયાં જણાવેલ છે. તુરીયાવસ્થાથી કેવળજ્ઞાન સમજાવેલ છે.
કર્મના રસબંધના જૈનદર્શને ચાર ભેદ સ્પષ્ટ, બદ્ધ, નિઘત અને નિકાચિત પાડ્યા છે. જ્યારે વેદાંત તેને ત્રણ પ્રકાર નિવાર્ય, દુનિવાર્ય અને અનિવાર્યમાં વિભાજે છે. જૈનદર્શનના ઘાતકર્મ અને અઘાતી કર્મને અનુક્રમે વાસના અને પ્રારબ્ધકર્મ તરીકે ઓળખાવે છે. ક્ષાયિક સમક્તિ અને ક્ષાયોપથમિક સમકિતને કૃતોપાસ્તિ અને અકૃતોપાસ્તિથી અનુક્રમે વેદાંત ઓળખાવે છે.
સાધનાનાં ત્રણ સોપાન મળનાશ-વિક્ષેપનાશ-આવરણ નાશ જે વેદાંતમાં જણાવેલ છે. એની સામે જૈનદર્શનમાં મળનાશને અનંતાનુબંધી કષાય નાશથી; વિક્ષેપનાશને એકાગ્રતાથી અને આવરણનાશને અજ્ઞાનનાશથી સર્વજ્ઞતાની પ્રાપ્તિની પ્રક્રિયાથી સમજાવેલ છે.
સરુપોડસો મનોનાશો જીવન્મુક્તસ્ય વિદ્યતે અરુપસ્તુ મનોનાશ વૈદેહી મુક્તગો ભવેત
-મુક્તોપનિષદ આ શ્લોક દ્વારા જીવનમુક્તનો મનોનાશ તે સરૂપ મનોનાશ કહેવા દ્વારા સયોગી કેવલીપણાની તેરમા ગુણસ્થાનકની અવસ્થાનો નિર્દેશ કરેલ છે, અને વિદેહી-વિદેહ મુક્તિરૂપ મનોનાશ તે અરૂપ મનોનાશ કહેવા દ્વારા અયોગી અર્થાત કેવલિપણાનો સિદ્ધાવસ્થાનો ચૌદમા ગુણસ્થાનકનો નિર્દેશ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org