________________
નય મીમાંસા
૨૦૭ તર્ક અને અનુમાન : અનુમાનમાં વ્યાપ્તિજ્ઞાનની જરૂર છે. “વ્યાપ્તિ' એટલે અવિનાભાવી સંબંધ અથવા નિયત સહચર્ય. જેના વગર જેનું ન હોવું તેની સાથેનો તેનો તે પ્રકારનો સંબંધ તે અવિનાભાવ સંબંધ. દાખલા તરીકે અગ્નિ વિના ધૂમનું ન હોવું એ પ્રકારનો અગ્નિ સાથેનો ધૂમનો સંબંધ છે. આ વ્યાપ્તિ સંબંધમાં ધૂમ અગ્નિનો વ્યાપ્ય છે જ્યારે અગ્નિ વ્યાપક છે.
-વ્યાપ્ય (ધૂમ)થી વ્યાપક (અગ્નિ)ની સિદ્ધિ થતી, અનુમાન થતું હોવાથી વ્યાપ્યને “સાધન’ કે ‘હેતુ' કહેવામાં આવે છે અને વ્યાપક (અગ્નિ)ને સાધ્ય કહેવામાં આવે છે.
જ્યાં સાધ્ય અને સાધન બન્ને પરસ્પર સરખી રીતે વ્યાપ્યતા હોય ત્યાંની વ્યાપ્તિ સમવ્યાપ્તિ કહેવાય. જેમ કે રૂપથી રસનું અથવા રસથી રૂપનું અનુમાન કરી શકાય છે.
વ્યાપ્તિ તર્કથી નિર્ણત થાય છે. દાખલા તરીકે ધૂમ અગ્નિ વિના હોતો નથી. ધૂમ છે માટે અગ્નિ હોવો જોઈએ. કાં તો કાર્યથી કારણનું અનુમાન થાય કે પછી કારણથી કાર્યનું અનુમાન થાય.
અહથી, આગ્રહથી, બીજાની પરીક્ષા કરવા કે પોતાની પંડિતાઈનું પ્રદર્શન કરવા યા તો સામાને ઉતારી પાડવા આદિના ઇરાદાથી પ્રશ્ન પૂછવામાં આવે કે તર્ક કરવામાં આવે તો તે કુતર્કમાં જાય.
અનુમાન પ્રયોગના કેટલાક નમૂના આ પ્રમાણે છે : (૧) અમુક પ્રદેશ અગ્નિવાળો છે, ધૂમાડો હોવાથી. (૨) શબ્દ અનિત્ય છે, ઉત્પન્ન થતો હોવાથી. (૩) વીજળી થાય છે માટે વરસાદ થવો જોઈએ. (૪) રોહિણી ઊગશે, કૃતિકા ઊગ્યું છે માટે. (૫) અમૂક ફળ રૂપવાન છે માટે રસવાન હોવું જોઈએ....ઇત્યાદિ.
આગમ પ્રમાણ :- જે શ્રત હોય પણ દષ્ટ ન હોય તો તે આગમથી માનવું જોઈએ. દાખલા તરીકે મેરુ પર્વત.
બુદ્ધિથી અગમ્ય હોય તેને પણ આગમ(શાસ્ત્ર)થી માનવું જોઈએ. દાખલા તરીકે સમય, નિગોદના સ્વરૂપ ઈત્યાદિની વાતો.
અંશ અને નય પ્રમાણથી વિરુદ્ધ ન જવું જોઈએ. પ્રમાણને અનુરૂપ નય હોવો જોઈએ. દુર્નય,કુનય, નયાભાસ એ પ્રમાણથી વિરુદ્ધ હોય છે. પ્રસ્તુત નય સિવાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org