________________
૨૦e
સૈકાલિક આત્મવિજ્ઞાન દૂરથી વૃક્ષ જેવી ઊંચી વસ્તુ દેખાવી તે “અવગ્રહ'. પછી તે માણસ છે કે હૂંઠું? એવો સંશય થતાં વિશેષ લક્ષણો દ્વારા નિશ્ચયગામી પરામર્શ થવો કે “આ માણસ હોવો જોઈએ. તો તે “હા.” ઈહા પછી પૂર્ણ નિશ્ચય થવો કે “આ માણસ જ છે' તે “અપાય” અને “અપાય” દઢીભૂત થવો અર્થાત્ કિંચિતકાલ ટકી રહેવો તે “ધારણા.”
આ અર્વગ્રહ-ઈહા-અપાય-ધારણા પાંચ ઈન્દ્રિયો અને મન એમ છથી થાય છે. - આ લૌકિક કે વ્યવહારિક-સાંવ્યાવહારિક પ્રત્યક્ષોથી જુદા પ્રકારનું પ્રત્યક્ષ જે ઇન્દ્રિય તથા મનની અપેક્ષા રાખતું નથી પણ માત્ર આત્મશક્તિની અપેક્ષા રાખે છે. એ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. તેના ત્રણ ભેદો છે. અવધિ મન:પર્યવ અને કેવલજ્ઞાન. અવધિજ્ઞાન દેવો અને નારકોને ભવઃપ્રત્યયથી જન્મ સિદ્ધ હોય છે. જ્યારે મનુષ્યો અને તિર્યંચોને યમ-નિયમાદિ ગુણોના વિશિષ્ટ સાધનથી તથા પ્રકારની આત્મશુદ્ધિ થયે પ્રાપ્ત થાય છે અને મનઃ પર્યવ જ્ઞાન જે ઋજુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારનું છે તે વિશિષ્ટ સર્વવિરતિ સંયમી મહાત્માને થાય છે. જ્યારે કેવલજ્ઞાન એ અપ્રતિપાતિ પૂર્ણ અને સ્થિર નિર્વિકલ્પક જ્ઞાન છે. વાસ્તવિક પરમાર્થિકતાએ માત્ર કેવલજ્ઞાન જ પ્રમાણ જ્ઞાન છે. છબસ્થ જ્ઞાન અનુપચરિત પ્રમાણ જ્ઞાન નથી-અનાદિ અનંતને જોનારું રૂપી-અરૂપીને જોનારું-કેવલજ્ઞાન અનુચરિત પ્રમાણજ્ઞાન છે.
પરોક્ષ પ્રમાણમાં પાંચ ભેદો પાડવામાં આવ્યા છે. (૧) સ્મરણ (સ્મૃતિ) (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તર્ક (૪) અનુમાન અને (૫) આગમ (શાસ્ત્ર).
સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન : અનુભવ કરેલી વસ્તુ યાદ આવે તે સ્મરણ છે. ખોવાઈ ગયેલી વસ્તુ જ્યારે હાથ લાગે છે ત્યારે તે જ આ !” એવું જે “જ્ઞાન” સ્કૂરે છે તે પ્રત્યભિજ્ઞાન છે.
સ્મરણ થવામાં પૂર્વે થયેલ અનુભવ જ કારણ છે. જ્યારે પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને સ્મરણ બંને ભાગ લે છે. તે જ આ !”માં “તે જ ભાગ સ્મરણ રૂપ છે અને “આ ભાગ ઉપસ્થિત વસ્તુ દેખવારૂપ અનુભવ છે. આ અનુભવ અને સ્મરણ એ બંનેના સહયોગથી પેદા થતું તે જ આ!” એવું સંકલિતજ્ઞાન “પ્રત્યભિજ્ઞાન” છે. એ પ્રત્યભિજ્ઞાનનો વળી બે પેટા ભેદ સાદશ્ય (સાલક્ષણ્ય) પ્રત્યભિજ્ઞાન અને વૈસદેશ્ય (વૈલક્ષણ્ય) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org